Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓમ રેસિડેન્સી એસો.ની કૃષિમંત્રીને ધારદાર રજૂઆત
જામનગર તા. ૧૬ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા લોકોને આપવામાં આવતી તમામ પ્રકારની સુવિધાઓ સરકારી આવાસમાં આપવી જોઈએ તેવી રજૂઆત રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સમક્ષ કરવામાં આવી છે.
ઓમ રેસિડેન્સી-પ્રધાનમંત્રી આવાસ, મોહનનગર પાસે, ગુલાબનગરના પ્રમુખ ધીરજ એલ. પંડ્યા, મંત્રી કમલેશ કે. મકવાણા અને ખજાનચી તેજસ ડી. બારાઈએ આ રજૂઆતમાં જણાવાયું છે કે, ઓમ રેસિડેન્સીમાં ૧૦૦૮ ફ્લેટ છે, જ્યાં સાડાત્રણથી ચાર હજાર લોકો વસવાટ કરે છે.
શહેરના તમામ નગરજનોને આપવામાં આવતી તમામ સુવિધા આવાસ યોજનાના મકાનમાં રહેતા લોકોને પણ આપવી જોઈએ. હાલ આવી સુવિધા આપવાનો ઈન્કાર કરવામાં આવે છે. શું આવાસમાં વસવાટ કરનારાએ વેરા ભરપાઈ કરતા નથી?
ભૂગર્ભ ગટરની ફરિયાદ કરવામાં આવે તો એવો જવાબ મળે છે કે, આ વિસ્તાર અમારામાં આવે નહીં. આ સોસાયટી બ્રાઉન્ડ્રી ધરાવતી હોય જેથી અમારામાં આવતું નથી. સરકારે બનાવેલ સોસાયટી પ્રાયવેટ કહેવાય ખરી?
આવાસ સોસાયટીમાં આંતરિક રોડ-રસ્તા બનાવી આપવામાં આવતા નથી. શું આ ખર્ચ આવાસ ધારકોએ જ કરવાનો હોય તો પાણી વેરો, મિલકત વેરો વિગેરે શા માટે વસૂલવામાં આવે છે. સ્ટ્રીટ લાઈટ વેરો ઉઘરાવવામાં આવે છે, પરંતુ સ્ટ્રીટ લાઈટ સુવિધા આપવામાં આવતી નથી શા માટે?
કચરો એકત્ર કરવા માટે વાહન આવે છે, પરંતુ સફાઈ કામદારો ફાળવવામાં આવતા નથી, જો કે તેની રોકડ ચૂકવણી કરવામાં આવે છે. આમ સફાઈ તેમનામાં આવે તો લાઈટ, રોડ-રસ્તા, ભૂગર્ભની સેવા તેમના કાર્યક્ષેત્રમાં કેમ ન આવે? આથી તમામ આવાસ યોજનામાં તમામ પ્રકારની સુવિધા આપવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial