Advertisement
Author: નોબત સમાચાર

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ફ્રી મેડિકલ ચેક-અપ, હેલ્થ કેમ્પ, રકતદાન કેમ્પનું આયોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને આવતીકાલે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૧૭ સપ્ટેમ્બરના સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવશે, જેના અનુસંધાને આવતીકાલે વિવિધ કેમ્પો તથા આવતીકાલથી બીજી ઓકટોબર સુધી સ્વસ્થ નારી સ્વસ્થ પરિવાર અભિયાન યોજાશે.

જામનગર જિલ્લા સહીત સમગ્ર રાજ્યમાં આવતીકાલ તા.૧૭ સપ્ટેમ્બર થી તા.૦૨ ઓકટોબર સુધી ચાલનારા આ અભિયાનમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું તથા હેલ્થ કેમ્પના આયોજન થકી નાગરિકોને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓનો લાભ અપાશે

જામનગરની જી.જી.હોસ્પિટલ ઉપરાંત કોમ્યુનીટી હેલ્થ સેન્ટરો, પ્રાઈમરી હેલ્થ સેન્ટરો, અર્બન પ્રાઈમરી હેલ્થ સેન્ટરો, સબ હેલ્થ સેન્ટરોમાં આયોજિત આરોગ્ય કેમ્પમાં સ્પેશિયાલિસ્ટ ડોકટરો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવશે

જામનગર તા.૧૬ સપ્ટેમ્બર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫મા જન્મદિવસ તા.૧૭ સપ્ટેમ્બર નિમિતે સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ થશે. જે અંતર્ગત વિવિધ આરોગ્ય વિષયક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ મહિલા-બાળ કલ્યાણ વિભાગ દ્વારા વિકસિત ભારત ૨૦૪૭ અંતર્ગત તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૦૨ ઓકટોબર, ૨૦૨૫ સુધી આ અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાન ૮મા પોષણમાહ સાથે જોડાયેલું છે.

જેના ભાગરૂૂપે જામનગર શહેર અને જિલ્લામાં પણ વિવિધ જગ્યાઓ પર આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે તા.૧૭/૦૯/૨૦૨૫ થી ૦૨/૧૦/૨૦૨૫ સુધી *સ્વસ્થ નારી સશક્ત પરિવાર* અંતર્ગત  મહિલાઓ તથા કિશોરીઓનું સ્ક્રિનિંગ રાખવામાં આવેલ છે. જેમાં હાયપરટેન્શન, ડાયાબિટીસ, એનીમિયા, ઓરલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સરનું સ્ક્રિનિંગ, સગર્ભાઓની તપાસ, ટી.બી.નું નિદાન, રસીકરણ જે તે સ્પેશિયાલિટી ઓપીડી ખાતે રાખવામાં આવશે. આ ઉપરાંત માનસિક સ્વાસ્થ્યને લગત કાઉન્સેલિંગ, મેદસ્વિતા લગત કાઉન્સેલિંગ, ન્યુટ્રીશન લગત કાઉન્સેલિંગ, વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે.

જી.જી. હોસ્પિટલ ઉપરાંત જામનગર જીલ્લામાં સર્વરોગ નિદાન કેમ્પ જેમાં ધ્રોલ, જામજોધપુર, અને  ધુતારપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્પેશિયાલિસ્ટ ઓ૫ીડી આપવામાં આવશે. આ ઉપરાંત જી.જી.હોસ્પિટલ દ્વારા ૨૦ જેટલા બ્લડ ડોનેશન કેમ્પના આયોજનો કરવામાં આવશે. તથા આયુર્વેદ યુનિવર્સિટી અંતર્ગત આપવામાં આવતી આયુષ તબીબી સેવાઓ દ્વારા પણ ખાસ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવશે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા તા.૧૭/૦૯/૨૦૨૫ થી ૦૨/૧૦/૨૦૨૫ સુધી શહેરના વિવિધ અર્બન પ્રાઈમરી હેલ્થ સેન્ટરો (યુ.પી.એચ.સી) ખાતે હેલ્થ કેમ્પ યોજવામાં આવશે. જેમાં ગાયનેકોલોજિસ્ટ અને પીડિયાટ્રિશિયન દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવશે.

જામનગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા તા.૧૭/૦૯/૨૦૨૫ થી ૦૨/૧૦/૨૦૨૫ દરમિયાન સવારે ૯ઃ૦૦ થી સાંજે ૫ઃ૦૦ વાગ્યા સુધી ૩૨૮ જેટલા આયુષ્માન આરોગ્ય મંદિર-સબ હેલ્થ સેન્ટર, પ્રાઈમરી હેલ્થ સેન્ટર અને અર્બન પ્રાઈમરી હેલ્થ સેન્ટરમાં આરોગ્ય કેમ્પનું તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાનનો ઉદ્દેશ્ય ૨૦૪૭ સુધીમાં આરોગ્ય, પોષણ, તંદુરસ્તી અને વિકસીત ભારતના વડાપ્રધાનશ્રીના વિઝનને આગળ વધારવાનો છે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાન સમુદાય સ્તરે મહિલા-કેન્દ્રિત નિવારક, પ્રોત્સાહનાત્મક અને ઉપચારાત્મક આરોગ્ય સેવાઓ પ્રદાન કરવાનો છે. તે એનિમિયા, ક્ષય રોગ અને સિકલ સેલ રોગ માટે સ્ક્રીનીંગ, વહેલા નિદાન અને સારવાર જોડાણોને મજબૂત બનાવશે, સાથે સાથે પ્રસુતિ પહેલાની સંભાળ, રસીકરણ, પોષણ, માસિક સ્વચ્છતા, જીવનશૈલી અને માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ પ્રવૃત્તિઓ દ્વારા માતા, બાળક અને કિશોરીઓના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપશે. તે જ સમયે, આ અભિયાન સ્વસ્થ જીવનશૈલી પ્રથાઓ તરફ પ્રેરિત કરશે જેમાં સ્થૂળતા નિવારણ, સુધારેલ પોષણ અને સ્વૈચ્છિક રક્તદાન પર ખાસ ભાર મૂકવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં જી.જી. હોસ્પિટલ, જામનગર મહાનગરપાલિકા તથા આરોગ્ય વિભાગ દ્વારા આવતીકાલથી તા.૨ ઓક્ટોબર સુધી વિવિધ જગ્યાઓ પર આરોગ્ય વિષયક કેમ્પ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવશે. બહોળી સંખ્યામાં જામનગર જિલ્લાના નાગરિકો આ કેમ્પનો લાભ લે તે પ્રકારે કામગીરી અને સુચારુ આયોજનો કરવા કલેકટરે લગત અધિકારીઓને સૂચનો આપ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh