Advertisement
Author: નોબત સમાચાર

ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં ખરવા- મોવાસા રોગ અટકાવ રસીકરણનો પ્રારંભ

જામનગર જિલ્લામાં સાતમો રાઉન્ડ શરૃઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬ઃ ખરવા -મોવાસા (ફુટ એન્ડ માઉથ ડીસીઝ) એ પશુઓમાં જોવા મળતો અત્યંત ચેપી અને નુકસાનકારક રોગ છે, જે દૂધ ઉત્પાદનમાં ઘટાડો, વજનમાં ઘટાડો અને ગંભીર કિસ્સાઓમાં પશુઓના મૃત્યુનું કારણ બની શકે છે. આ રોગને અટકાવવા માટે રસીકરણ એ સૌથી અસરકારક ઉપાય છે. રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ખરવા-મોવાસા રોગના અટકાવ હેતુ પશુપાલન ખાતા દ્વારા ગાય અને ભેંસ વર્ગના મોટા પશુઓમાં વર્ષમાં બે વખત વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવે છે.

જામનગર જિલ્લામાં પશુઓમાં ખરવા-મોવાસા (ફુટ એન્ડ માઉથ ડીસીઝ)ના રોગ સામે રક્ષણ આપવા માટે પશુપાલન શાખાની ટીમ દ્વારા વિનામૂલ્યે રસીકરણ અભિયાનના સાતમાં રાઉન્ડનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે તા. ૨૫/૧૦/૨૦૨૫ સુધી ચાલશે. જેમાં જામનગર જિલ્લાના તમામ ગામોમાં જઈને પશુપાલન વિભાગના કર્મચારીઓ દ્વારા કુલ ૨,૭૧,૫૦૦ ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં રસીકરણ કરવામાં આવશે.

ખરવા-મોવાસા રોગના લક્ષણોમાં તીવ્ર તાવ, મોં અને પગના ખરીઓ વચ્ચે ફોલ્લા અને ચાંદા, મોઢામાંથી લાળ પડવી, ખાવામાં અને ચાલવામાં તકલીફ, દૂધ ઉત્પાદનમાં ઘટાડો, વજનમાં ઘટાડો અને નાના વાછરડાઓમાં મૃત્યુનો સમાવેશ થાય છે. ખરવા-મોવાસા રોગના નિયંત્રણ માટે જામનગર જીલ્લાના પશુપાલકોને તેમના બહુમૂલ્ય પશુઓને વર્ષમાં બે વખત સમયસર રસીકરણ કરાવવા તથા વધુ માહિતી માટે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા નાયબ પશુપાલન નિયામક, જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh