Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હી અને મુંબઈ હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પછી તપાસનો ધમધમાટ

દિલ્હીમાં કાંઈ વાંધાજનક ન મળ્યું

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧રઃ દિલ્હી હાઈકોર્ટને બોમ્બથી ઊડાવી દેવજાની ધમકી મળ્યા પછી પરિસર ખાલી કરાવીને તપાસ કરાવતા દિલ્હી હાઈકોર્ટમાં કાંઈ વાંધાજનક મળ્યું નથી. મુંબઈ હાઈકોર્ટમાં પણ ઝીણવટભરી તપાસ કરાઈ છે.

દિલ્હી હાઈકોર્ટમાં શુક્રવારે બપોરે બોમ્બની ધમકી મળતા હડકંપ મચ્યો છે. પોલીસ સૂત્રો અનુસાર લગભગ ૪૦ મિનિટ પહેલા એક ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો, જેમાં કોર્ટના પરિસરમાં ત્રણ બોમ્બ મૂક્યા હોવાની અને બપોરે બે વાગ્યા સુધી હાઈકોર્ટ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

મેઈલમાં અમુક જાણીતા નેતાઓના નામ અને રાજકીય નિવેદનો પણ હતાં. સુરક્ષાના માપદંડોને ધ્યાનમાં લેતા તમામ જસ્ટિસને તેમની ચેમ્બરમાંથી સુરક્ષિત મોકલાયા હતાં. તદુપરાંત વકીલો, સ્ટાફ અને હાજર તમામ લોકોને હાઈકોર્ટ ખાલી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. હાઈકોર્ટ પરિસરમાં બોમ્બ સ્કવોડ, સ્પેશિયલ સેલ અને દિલ્હી પોલીસની ટૂકડી તૈનાત કરવામાં આવી હતી. પરિસરમાં બોમ્બની શોધખોળ ચાલી રહી છે. પોલીસને આસપાસના વિસ્તારોને પણ ખાલી કરાવી જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો હતો.

ઈ-મેઈલમાં દાવો કરવામાં આવ્યો છે કે, હાઈકોર્ટના પરિસરમાં ત્રણ બોમ્બ મૂકવામાં આવ્યા છે. તમામને બપોરના બે વાગ્યા સુધી હાઈકોર્ટ ખાલી કરવા આદેશ આપ્યો છે. મેઈલમાં એક અસામાજિક-આક્રમક રાજકીય સંદેશ પણ હતો, જેમાં અમુક નેતાઓને નિશાન બનાવતા તેમની વિરૂ.દ્ધ ઝેર ઓકવામાં આવ્યું હતું. અમુક ખાસ નામોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, મેઈલની ભાષા અને સંદર્ભ આ ઘટના ઈન્સાઈડ જોબ હોવાનો સંકેત આપી રહી છે.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મેઈલમાં તમિલનાડુની રાજકીય પાર્ટી ડીએમકેનો પણ ઉલ્લેખ છે. તેમાં જણાવ્યું છે કે અમે પ્રસ્તાવ મૂકીએ છીએ કે ડો. એઝિલન નાગનાથનને ડીએમકેની કમાન સંભાળવી જોઈએ તેની સાથે મેઈલમાં ધમકી આપવામાં આવી છે કે, ઉદયનિધિ સ્ટાલિનના પુત્ર ઈનબાનિધિ ઉદયનિધિને એસિડથી સળગાવવામાં આવે.

મેઈલમાં આગળ ઉલ્લેખ કરવામાં આવ્યો કે૪ એજન્સીઓને આ અંગે જરાપણ જાણ નહીં થાય કે, આ કોઈ આંતરિક કાવતરૃં છે. તમારી દિલ્હી હાઈકોર્ટમાં આજનો બ્લાસ્ટ પાછલી તમામ શંકા-કુશંકાને દૂર કરી દેશે. આજે બપોરે ઈસ્લામી નમાજ બાદ તુરંત જજ્ની ચેમ્બરમાં બ્લાસ્ટ થશે. પોલીસે મેઈલની ગંભીરતાને ધ્યાનમાં લેતા તેની ફોરન્સિક તપાસ શરૂ. કરી છે. મેઈલ ક્યા આઈપી એડ્રેસ - સર્વર પરથી આવ્યો છે. તેના હેડર સાથે શું છેડછાડ કરવામાં આવી છે. તેની ઓળખ થઈ રહી છે. તેમજ મેઈલમાં જે-જે નામનો ઉલ્લેખ છે, તેમની સુરક્ષા વધારવામં આવી છે.

આ જ પ્રકારે મુંબઈ હાઈકોર્ટમાં બોમ્બ મૂકાયો હોવાનો ઈ-મેઈલ મળતા ત્યાં પણ ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ હતી. છેલ્લા અહેવાલો મુજબ દિલ્હી હાઈકોર્ટ પરિસરમાંથી કોઈ વાંધાજનક ચીજવસ્તુઓ મળી આવી નથી. બન્ને કિસ્સામાં ઈ-મેઈલ કરવાની તપાસ હાથ ધરાઈ હોવાનું જાણવા મળેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh