Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડમાં એન.ડી.આર.એફ. ટીમનું આગમન
ભાણવડ તા. ૧૨ઃ ભાણવડ વિસ્તરમાં થતા ભેદી અને પ્રચંડ ધડાકાથી લોકોમાં ગભરાટ રહ્યા કરે છે. આ બાબતને લઈને શહેરની કેટલીક મહિલાઓ તાલુકા સેવા સદને પહોંચી મામલતદારને રજૂઆત કરી યોગ્ય તપાસ કરવા માંગણી કરી હતી. બીજી તરફ એન.ડી.આર.એફ.ની ટીમ પણ આવી પહોંચી છે.
આ વિસ્તારમાં છેલ્લા પાંચ-સાત દિવસથી ભૂગર્ભમાં થતા ભેદી પ્રચંડ ધડાકાનો સીલસીલો યથાવત રહ્યો છે. દીવસ દરમ્યાન અવાર નવાર ભેદી ધડાકાઓથી ધરા ધ્રુજી રહી છે. ખાસ કરીને પ્રચંડ ધડાકાથી માલ-મિલકતને નુકસાન પહોંચી રહ્યું છે. કેટલાએ ઘરોમાં છત પરથી પોપડા ખરી રહ્યા છે.
પ્રચંડ અને ભૂગર્ભમાં થતા ભેદી ધડાકાઓની સીધી જ અસર લોક-માનસ પર થઈ રહી છે. એમાં પણ નાનાં બાળકો ભારે ભયભીત બની ગયાની રજૂઆત મહિલાઓએ સ્થાનિક તંત્રને કરી છે. હાલમાં લોકોના સુખચેન છીનવાઈ ગયા છે. લોકો અવઢવમાં પડી ગયા છે. ત્યારે તંત્ર આ બાબતની યોગ્ય તપાસ કરે તેવી માંગણી છે.
બીજી તરફ ભૂકંપ જેવી કુદરતી આફતોમાં કેવી રીતે સાવચેતી રાખી શકાય એ માટે ભાણવડમાં એન.ડી.આર. એફ.ની ટીમ આવી છે, શાળા માં તાલીમ કેમ્પ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ અને વહીવટી તંત્ર જોડાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial