Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સારવારમાં મૃત્યુ નિપજતા અરેરાટીઃ
જામનગર તા. ૧૨ઃ ભાણવડના વાનાવડમાં વસવાટ કરતા મૂળ પોરબંદરના એક યુવાને આઠેક દિવસ પહેલાં ઝેરી દવા પી લીધી હતી. આ યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. મૃતકના પત્ની વારંવાર રિસામણે ચાલ્યા જતા હોય અને સસરા તથા સાળી છૂટાછેડા લેવાનું કહી ભરણપોષણ માટે ખર્ચો આપવાનું કહેતા હોવાથી યુવાને ઝેરના પારખા કર્યાનું પોલીસ સમક્ષના નિવેદનમાં ખૂલ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વાનાવડ ગામમાં વસવાટ કરતા મૂળ પોરબંદરની રઘુવંશી સોસાયટીના વતની કેશવભાઈ રાજાભાઈ વાઘેલા (ઉ.વ.૪૦) નામના યુવાને ગઈ તા.રની સાંજે વાનાવડ ગામના બસ સ્ટેન્ડ પાસે જઈ કોઈ ઝેરી દવા પી લીધી હતી.
આ યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યા પછી પોલીસે શરૂ. કરેલી તપાસમાં જાણવા મળ્યા મુજબ કેશવભાઈના પત્ની અવારનવાર થતાં ઝઘડાના કારણે રિસામણે ચાલ્યા જતા હતા. તે દરમિયાન કેશવભાઈના સસરા તથા સાળી છૂટાછેડા લેવા માટે અને ભરણપોષણ ચૂકવવા કેશવભાઈને કહેતા હોવાથી લાગી આવતા આ યુવાને ઝેરી દવા ગટગટાવી હતી.
સારવાર દરમિયાન કેશવભાઈનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના મોટાભાઈ ભલાભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરી છે. ભાણવડ પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial