Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૦૦ જેટલા તાવ-શરદીના કેસઃ લાંબી કતારોઃ ખાટલા ખૂટ્યા
ઋતુ પરિવર્તનના કારણે જામનગરમાં રોગચાળો વધ્યો છે. શહેરની સરકારી અને ખાનગી દવાખાના-હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે, અને ત્યાં દર્દીઓની ભારે ગર્દી જોવા મળી રહી છે. પ્રસ્તુત તસ્વીર આજે સવારની છે, જેના કેસ બારી, દવાબારીમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી છે, તો મહાત્તમ વોર્ડમાં ખાટલા ફૂલ થઈ ગયા છે. નવા દર્દીને દાખલ કરવા માટે પણ જગ્યા નથી. આજે ૩૦૦ થી વધુ તાવ, શરદી, ઉધરસના દર્દીઓ સારવાર માટે આવ્યા છે. જેમાં બાળકોની સંખ્યા વધુ છે. હાલ શહેરમાં મચ્છરનો ભારે ઉપદ્રવ વધ્યો છે. જો સઘન સફાઈ અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં નહીં આવે તો રોગચાળો વધુ વકરશે તે નક્કી જ છે. આથી સત્વરે તંત્રએ યોગ્ય પગલાં લેવા જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial