Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કમોસમી વરસાદમાં નુક્સાન અંગે રૂા. દસ હજાર કરોડના
ખંભાળિયા તા. ૮: રાજ્ય સરકારે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલ નુક્સાની સંદર્ભમાં રૂા. દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે, તેમ છતાં રાજ્યના મોટાભાગના ખેડૂતોમાં આ સહાયમાં અસમાનતા, સાવ નજીવી સહાય હોવાના કારણે અસંતોષ અને ઉગ્ર આક્રોશની લાગણી યથાવત્ જોવા મળી રહી છે.
દ્વારકા જિલ્લાના એક ખેડૂત દ્વારા કહેવાયું કે ૧૦ હજાર કરોડની સહાય ભલે મોટી રકમ હોય પણ ખેડૂતો દીઠ બે હેક્ટર લેખે સહાય અપાશે. હવે જેમની જમીન બે હેક્ટર હોય તેમને બાર વીઘા ઉપરાંત જમીનના નુક્સાનમાં ૪૪ હજાર મળે અને જેમની ૮ હેક્ટર જમીન હોય તેમને પણ ૪૪ હજાર મળે.
સામાન્ય દાખલો જોઈએ તો પચાસ વીઘા જમીન હોય તેમાં મગફળીના પાથરાનું ઘાસ પણ વીઘે ૩/૪ હજાર રૂપિયે વેંચાતું. આ વખતે ૬/૭ હજાર ભાવ છે. પ૦ વીઘા જમીનમાંથી બે લાખનું તો ખાલી ઘાસ થાય તેના બદલે ઘાસ-મગફળી તમામના નુક્સાનના ૪૪ હજાર મળશે. ઘાસના નુક્સાનમાં પણ ૧.પ૬ લાખ હજાર તૂટે મગફળીની તો વાત જ ક્યાં?
એક ખેડૂતે જણાવેલ કે પંચકામ કરીને આ સહાય જાહેરાત થઈ છે. તેમાં સરકારે ખરેખર નુક્સાનમાં એ.બી.સી.ડી. એમ ભાગ કરીને જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી જેવા જિલ્લામાં વધુ નુક્સાન થયું હોય, ત્યાં વધુ વળતર નુક્સાનીનું અને જ્યાં ઓછું હોય ત્યાં ઓછું તેમ કરી શકાત, પણ એક જ માપદંડમાં કરતા પ૦ વીઘા જમીનમાં બે લાખનું ઘાસ અને લાખોની માંડવીની ઉપજ થનાર હતી, તેના નુક્સાન બદલ માત્ર ૪૪ હજાર મળે?
ગુજરાતની ભાજપ સરકારે કદાચ આગામી પંચાયતોની ચૂંટણીને ધ્યાને લઈને અત્યાર સુધીના સૌથી મોટા રાહત પેકેજની જાહેરાત ભલે કરી પણ ખેડૂતોને માત્ર 'છાંટા' જેવી મામુલી સહાય જ મળશે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial