Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના સણોસરા-ખાખરા ગામ વચ્ચે મોટરમાંથી ઝડપાઈ દારૂની ૧૧૨ બોટલઃ એકની અટકાયત

અન્ય બેના નામ ખૂલ્યાઃ ગજણામાં ખેતરમાંથી ચપલા પકડાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: ધ્રોલ તાલુકાના સણોસરા ગામના પાટીયાથી ખાખરા ગામ વચ્ચે ગઈરાત્રે એલસીબીએ ગોઠવેલી વોચમાં ઈંગ્લીશ દારૂની ૧૧૨ બોટલ સાથેની મોટર ઝડપાઈ ગઈ હતી. પકડાયેલા મોટરના ચાલક જામનગરના શખ્સે તે જથ્થો સાયલાથી મોકલાવાયાની અને ખાખરા ગામમાં ડિલિવરી આપવાની કબૂલાત કરી છે. રૂા.સાડા ચાર લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરાયો છે. લાલપુરના ગજણા ગામમાં એક ખેતરમાંથી પોલીસે દારૂના ૨૦ ચપલા સાથે એક શખ્સની ધરપકડ કરી છે.

ધ્રોલ તાલુકાના સણોસરા ગામના પાટીયા પાસે ગઈકાલે રાત્રે એક મોટરમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી એલસીબીના મયુરસિંહ, હિતેન્દ્રસિંહ, કાસમભાઈને મળતા ઈન્ચાર્જ પીઆઈ બી.એન. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ સી.એમ. કાંટેલીયાના વડપણ હેઠળની એલસીબી ટીમ વોચમાં ગોઠવાઈ હતી.

તે દરમિયાન રાત્રે પોણા ચારેક વાગ્યે જીજે-૧૨-સીજી ૭૧૬૦ નંબરની એક્સયુવી મોટર પસાર થઈ હતી. તેને શકના આધારે રોકાવી એલસીબીએ ચેક કરતા તેમાંથી ઈંગ્લીશ દારૂની ૧૧ર બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે શાંતિનગરની શેરી નં.૬માં રહેતા રવિરાજસિંહ દાદુભા ચૌહાણ નામના શખ્સની અટકાયત કરાઈ છે.

દારૂનો જથ્થો, રૂા.૩ લાખની મોટર, એક મોબાઈલ મળી કુલ રૂા.૪૫૦૬૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. એલસીબીએ આરોપીની પૂછપરછ હાથ ધરતા તેણે ઉપરોક્ત જથ્થો સુરેન્દ્રનગરના સાયલાના ભાભલુ કાઠીએ મોકલાવ્યાની અને ધ્રોલ તાલુકાના ખાખરા ગામના મફતસિંહ ઉર્ફે જયપાલસિંહ બળુભા જાડેજાએ મંગાવ્યાની કબૂલાત આપી છે. ત્રણેય સામે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.

લાલપુર તાલુકાના ગજણા ગામમાં આવેલા ખોડાભાઈ કરશનભાઈ ઝાપડા નામના શખ્સના ખેતરમાં ગઈકાલે રાત્રે લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી ચકાસણી કરતા ત્યાંથી ઈંગ્લીશ દારૂની ૨૦ નાની બોટલ મળી આવી હતી. રૂા.૩ હજારના આ ચપલા કબજે કરી પોલીસે ખોડાભાઈની ધરપકડ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh