Advertisement
Author: નોબત સમાચાર

કનસુમરા ગામતળના વિવિધ સર્વે નંબરોના ઝોન ફેરના જાહેરનામામાં ક્ષતિઓ/અસ્પષ્ટતા દૂર કરવા રજૂઆત

ઝોન ફેરમાં ગોબાચારીની શંકા !!

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગર વિસ્તાર વિકાસ મંડળ હેઠળના કનસુમરા ગામતળના વિવિધ સર્વે નંબરોમાં ઝોન ફેરના જાહેરનામામાં મોટા પાયે ગોબાચારી થઈ હોવાની શંકા સાથે જામનગરના જાગૃત નાગરિક અને ન.પ્રા.શિ. સમિતિના પૂર્વ સદસ્ય નીતિનભાઈ માડમે જાહેરનામામાં ક્ષતિઓ અને અસ્પષ્ટતાઓ દૂર કરી સ્પષ્ટતા જાહેર કરવા માંગણી કરી છે.

જામનગર વિસ્તારના વિકાસ સત્તા મંડળ (જાડા) ની તા. ૧૧-૮-૨૫ના મળેલી જનરલ બોર્ડની બેઠકમાં કનસુમરા ગામતળના નવા રેવન્યુ સર્વે નંબર ૨૨૬, ૨૨૭, ૨૨૮, ૨૨૩, ૨૨૦ ,૨૩૩ (જુના સર્વે નંબર ૧૯૫, ૧૯૨, ૨૦૭, ૧૯૪ પેકી-૨, ૧૯૩, ૧૯૧) ને અંગ્રેજીના એ.બી.સી.ડી. થી છેક યુ સુધીના પોકેટમાં આવરી લઈને તેમાં આવતી જમીનોને ખેતીના ઝોનમાંથી ઔદ્યોગિક ઝોનમાં તબદીલ કરવાના ઠરાવને મંજુરી આપી દેવામાં આવી હતી. તા. ૧૨-૦૮-૨૫ના ક્રમાંક નંબર જાવિવિસ/ટેક/વી-૧૮/૨૦૨૫/૧૨૪૪ તાત્કાલીક યુદ્ધના ધોરણે માત્ર બીજા જ દિવસે આ ઠરાવને 'શહેરી વિકાસ એન શહેરી ગૃહ નિર્માણ વિભાગ' ના અગ્ર સચિવને ૯ આધારો જોડીને મંજુરી માટે મોકલી પણ દેવામાં આવેલો હતો.

જે બાદ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ  વિભાગ દ્વારા તા. ૨૦-૯-૨૫ના રોજ બહાર પાડેલા ગેઝેટમાં આ જમીનોના ઝોન ફેરને મંજુરી બાબત અગાઉ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં ઝોન ફેર કરવા નક્કી કરાયેલા નવા સર્વે નંબરો (૨૨૬, ૨૨૭, ૨૨૮, ૨૨૩, ૨૨૦, ૨૩૩) ને દર્શાવવામાં આવેલા નથી. ઉપરાંત જે જુના સર્વે નંબરો દર્શાવેલા છે તેમાં ૧૯૫, ૧૯૨, ૨૦૭, ૧૯૧, ૧૯૪ પૈકી દર્શાવ્યા છે. પરંતુ સર્વે નંબરની જમીન ૧૯૪ પૈકી-૨ ના બદલે ૧૯૪ પૈકી જ દર્શાવી છે. આ જ રીતે દરખાસ્તમાં દર્શાવાયેલી જુના સર્વે નંબરોની ૧૯૩ જમીનનો પણ ઉલ્લેખ જોવા મળતો નથી.

આ ગેજેટના અંતે એવું જણાવવામાં આવ્યું છે કે, જે લોકો આ જમીનનો ઝોન ફેર સામે વાંધા કે સૂચન રજૂ કરવા હોય તેઓએ તા. ૨૦-૯-૨૫ ના ગેજેટમાં પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાની તારીખથી બે માસ (૬૦ દિવસ)માં પોતાના વાંધા-સૂચનો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય-ગાંધીનગરને મોકલી શકે છે.

આ જાહેરનામું જામનગર એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા તા. ૨-૧૧-૨૫ના નોટીસબોર્ડ ઉપર મુકવામાં આવેલ છે. ત્યારે કનસુમરા અને લગત ગામના લોકો જામનગર શહેરમાં આવેલી જાડાની કચેરીના નોટિસબોર્ડ પર આ અંગ્રેજીમાં લખાયેલું જાહેરનામું ક્યારે વાચવા જવાના ? કે સમજી શકવાના ? કે જાહેરનામામાં સર્વે નંબર લખવાની થયેલી ભૂલને શોધીને તે અંગે સૂચન કરવા માટે કે વાંધો લેવા માટે જવાના ? ગામ લોકો પાસે વાંધા સૂચન રજૂ કરવા માટે દિવસ ૬૦  તારીખ ૨૦-૯-૨૫ કે જામનગર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા તા. ૨-૧૧-૨૫ના નોટિસ બોર્ડ ઉપર મુકવામાં આવેલ તે બાબત સ્પષ્ટતા કરવી અત્યંત જરૂરી હોય, જાડાના જવાબદાર અધિકારીઓએ આ બાબતે સ્પષ્ટતા કરવી જાહેર હિતમાં ખૂબ જ જરૂરી બની છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh