Advertisement
Author: નોબત સમાચાર

માતાના બીમારીથી અવસાન પછી વિયોગ અનુભવતા પુત્રીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં અરેરાટી

આંખમાં ઓપરેશન પછી પણ દેખાતું નહીં હોવાથી પ્રૌઢે જીવનલીલા સંકેલીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલા આવાસમાં રહેતા એક સગીરાએ ગઈકાલે પોતાના ઘરમાં પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આ સગીરાના માતાનું બીમારીના કારણે આઠેક મહિના પહેલાં અવસાન થયું હતું. ત્યારપછી સતત માતાનો વિયોગ અનુભવતા આ સગીરાએ અનંતની વાટ પકડી છે. નાગેશ્વર કોલોનીમાં એક પ્રૌઢે આંખનું ઓપરેશન કરાવ્યા પછી દેખાતું બંધ થઈ જતાં જિંદગીથી કંટાળી ગળાટૂંપો ખાઈ લીધો છે.

જામનગરના લાલવાડી વિસ્તારમાં આવેલા અટલ આવાસમાં વસવાટ કરતા સંજયભાઈ જયંતિભાઈ વારા નામના ભોઈ યુવાનના પત્નીનું આઠેક મહિના પહેલાં બીમારીના કારણે અવસાન થયું હતું. ત્યારપછી સંજયભાઈના સત્તર વર્ષના પુત્રી જેનિષાબેન માતાનો સતત વિયોગ અનુભવતા હતા.

માતાની કમી અનુભવતા રહેતા જેનિષાબેને ગઈકાલે બપોરે અથવા સાંજે પોતાના રહેણાંકમાં એક ઓરડામાં આવેલા પંખામાં દુપટ્ટો બાંધી ગળાટૂંપો ખાઈ લીધો હતો જેની સાંજે સાતેક વાગ્યે ઘેર આવેલા પિતા સંજયભાઈને જાણ થઈ હતી. તેઓએ પુત્રીને નીચે ઉતારીને ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસને જાણ કરવામાં આવતા સિટી એ ડિવિઝનની પોલીસ ટીમ દોડી આવી હતી.

પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. માટે ખસેડ્યા પછી પિતા સંજયભાઈનંુ નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ પોતાના માતાના નિધનથી વ્યથિત રહેતા પોતાના પુત્રીએ જાતે જ ગળાફાંસો ખાધાની કેફિયત આપવામાં આવી છે. જમાદાર આર.એ. જાડેજાએ નિવેદનની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જામનગરના નાગેશ્વર વિસ્તારમાં આવેલી નાગેશ્વર કોલોની સ્થિત હુસેની ચોકમાં વસવાટ કરતા નરશીભાઈ લક્ષ્મણભાઈ બાંમણીયા (ઉ.વ.૫૦) નામના પ્રૌઢે એકાદ વર્ષ પહેલાં ઓછું દેખાતું હોવાના કારણે આંખનું ઓપરેશન કરાવ્યું હતું. તે પછી દેખાતું બંધ થઈ જતાં નરશીભાઈ પરેશાન થઈ ગયા હતા. તેનાથી કંટાળી જઈને નરશીભાઈએ ગઈકાલે બપોરે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો છે. તેની જાણ થતાં પુત્ર અજયભાઈએ પિતાને નીચે ઉતારી ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. પોલીસે અજયભાઈનું નિવેદન નોંધી કાર્યવાહી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh