Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ગીતાભવનમાં ૧૪ થી ૨૧ સપ્ટે. સુધી યોજાશે શ્રીમદ્દ ભાગવત સપ્તાહઃ સંતો-મહંતો આશીર્વચનો આપશે
જામનગર તા. ૧૨ઃ પૂ. શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય- ગીતા મંદિર ટ્રસ્ટના ૭૫ વર્ષો પૂર્ણ થતા હોવાથી અમૃત મહોત્સવના ઉપક્રમે પિતૃમાસ ભાદરવાના શ્રાદ્ધ પક્ષમાં જામનગરમાં મહાવીર સોસાયટીમાં ગીતા ભવનમાં તા. ૧૪ થી ૨૧ સપ્ટેમ્બર સુધી ૫૧ પોથી સામૂહિક શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું આયોજન કરેલ છે. જેમાં વકતાપદે ભાગવતાચાર્ય શ્રીમનહરલાલજી મહારાજના પુત્ર શાસ્ત્રી ડો. કૃષ્ણકુમાર મહેતા (એમ.એસસી, એમ.એડ., પીએચ.ડી.) સંગીતમય શૈલીમાં આધ્યાત્મ અને વિજ્ઞાનનો સમન્વય કરીને ભાગવતજીના રહસ્યોનું સરળ સમજૂતી સાથે વર્ણન કરશે.
શુદ્ધ કથા, મૂળ-શાસ્ત્રોકત કથાની ત્રણ પેઢીની પરંપરાને અનુસરીને બોધદાયી દૃષ્ટાંતો, પર્યાવરણ, રાષ્ટ્રપ્રેમ, વ્યસનમુકિત, દહેજપ્રથા, વાચનટેવ વગેરેને આવરી લઈને લોકજાગૃતિનુ કર્તવ્ય પણ તેઓ નિભાવશે.
આ આયોજનમાં ગીતા વિદ્યાલયમાં આજીવન સેવા આપનાર સદ્દગત ટ્રસ્ટીઓ ડો. કિશોરભાઈ દવે, મોહનભાઈ જેઠવા, શૈલેષભાઈ દવે, ચંદુભાઈ મહેતા, ઉપેન્દ્રભાઈ યાજ્ઞિકના પરિવારજનો કથાના મુખ્ય યજમાનપદે રહેશે. ભાગવત કથામાં વામન જન્મ, રામજન્મ, કૃષ્ણજન્મ- ભવ્ય નંદમહોત્સવ, ગીરીરાજ ઉત્સવ, રૂ.કમણી વિવાહ વગેરે પ્રસંગો ભાવપૂર્વક ઉજવાશે.
આ કથા દરમ્યાન સંતો-મહંતોના આશીવર્ચન, નિઃશુલ્ક નિદાન-સારવાર કેમ્પ, વ્યસનમુકિત કેમ્પ જળસંચય અભિયાન વગેરેનું આયોજન થશે. કથામાં સામાજિક અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, ગીતા વિદ્યાલયના અમૃત મહોત્સવમાં ગીતા વિદ્યાલયના આદ્યસંસ્થાપક, અધિષ્ઠાતા પૂ. શ્રી મનહરલાલજી મહારાજના પુત્ર આ કથાના વકતાપદે છે. તા. ૧૪ થી ૨૧ સપ્ટેમ્બર દરમ્યાનની આ સામૂહિક કથાયાત્રામાં આ પાવન આયોજનમાં કથાશ્રવણ, પોથી પૂજન, દીપદાન, દૈનિક પ્રસાદીના યજમાન તથા સ્વજનોના આત્મકલ્યાણાર્થે કથાના પાટલા પોથીજીના યજમાનના નામ નોંધાય છે. જેમાં પિતૃઓના ફોટા તસવીરનું સ્થાપન થશે અને યજમાનોને પ્રતિદિન વિધિસર પૂજા, આરતી કરાવવામાં આવશે.
વધુ વિગત માટે તથા યજમાનમાં નામ નોંધાવવા કાશીવિશ્વનાથ મંદિર પાસે ગીતા વિદ્યાલયમાં મોબાઈલ નંબર ૯૩૨૭૦૨૦૭૬૯, ૯૮૯૮૩૧૮૨૮૬ પર સંપર્ક કરવા સર્વે ભાવિકોને સંસ્થાએ અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial