Advertisement
Author: નોબત સમાચાર

મિલકત સંબંધી ગુન્હાઓ પર અંકુશ લાવવા હિસ્ટ્રીશીટરોની 'હિસ્ટ્રી' ચકાસતી પોલીસ

૫૬ શખ્સની કરવામાં આવી પૂછપરછઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: જામનગર શહેર-જિલ્લાના કુલ પૈકીના પ૬ હિસ્ટ્રીશીટરને પોલીસ દ્વારા ચકાસવામાં આવ્યા હતા. મિલકત સંબંધી ગુન્હાઓ પર અંકુશ લાવવા પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જામનગર શહેર તથા જિલ્લામાં અગાઉ લૂંટ, ધાડ કે ઘરફોડ ચોરી આચરવા ઉપરાંત વાહન ચોરી અને ચેઈન ઝૂંટવી જવાના ગુન્હાઓ આચરનાર શખ્સોની હાલની પ્રવૃત્તિ પર નજર રાખી મિલકત સંબંધી ગુન્હાખોરી પર અંકુશ લાદવા એસપી ડો. રવિમોહન સૈનીએ સૂચના આપી હતી.

તે સૂનનાના પગલે જામનગરના ત્રણેય ડિવિઝન, બેડી મરીન, પંચકોશી એ, બી ડિવિઝન ઉપરાંત એલસીબી, એસઓજી, જોડિયા, ધ્રોલ, કાલાવડ, શેઠવડાળા, મેઘપર, લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કુલ ૫૬ શખ્સને ચકાસવામાં આવ્યા હતા.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh