Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધન સહીત ત્રણ રાશિના જાતકોને સંસ્થાકીય-જાહેર ક્ષેત્રના કામમાં સરળતા મળે, કામમાં વ્યસ્તતા જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
પુત્ર પૌત્રાદિકના સહકારથી કામનો ઉકેલ લાવી શકો. વાણની મીઠાશથી કામમાં સરળતા રહે. ખર્ચ,ખરીદી થાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૪-૭
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કાર્યની સાથે બીજું કામ આવી જતાં અન્ય સહકર્મીનું કામ આવી જતાં દોડધામ-શ્રમમાં વધારો થાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૫
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના અગત્યના કામનો ઉકેલ આવતા આનંદ રહે. બપોર પછી આપે આરોગ્યની કાળજી રાખી કામ કરવું.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૭-૬
Cancer (કર્ક: ડ-હ)
દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી, બેચેની અનુભવાય. કામ કરવાની ઈચ્છા ન થાય. બપોર પછી રાહત થાય.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૨-૫
Leo (સિંહ: મ-ટ)
નોકરી-ધંધાના કામ માટે બહારગામ જવાનું થાય. મિલન-મુલાકાત થઈ શકે. બપોર પછી આપને રાહત રહે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૯-૬
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. બપોર પછી આપના દોડધામ-શ્રમમાં ઘટાડો થતો જાય.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૬-૪
Libra (તુલા: ર-ત)
પુત્ર-પૌત્રાદિકના કામમાં સાનુકૂળતા જણાય. કામનો ઉકેલ આવે. બપોર પછી આપને ઉચાટ-ઉદ્વેગ રહે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૮
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના ગણતરી અવળી પડતા આપની મુશ્કેલીમાં વધારો થાય. નાણાકીય લેવડ-દેવડમાં સાવધાન રહેવું.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૪
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
સંસ્થાકીય કામમાં, જાહેર ક્ષેત્રના કામમાં આપને સરળતા મળી રહે. કામનો ઉકેલ આવતા રાહત રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૩-૧
Capricorn (મકર: ખ-જ)
નાણાકીય વ્યવહારના કામકાજમાં રૂકાવટ રહે. બપોર પછી આડોશ-પાડોશના કામમાં વ્યસ્તતા જણાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૬-૮
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કાર્યની સાથે આડોશ-પાડોશના કામમાં વ્યસ્ત રહેવાનું બને. બપોર પછી યાત્રા પ્રવાસમાં આપે સાવધાની રાખવી.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૭
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
જમીન-મકાન-વાહનના કામમાં આપે સાવધાની રાખવી. ઘર-પરિવારની ચિંતા જણાય. બપોર બાદ રાહત થાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૯