Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાંધીનગર તા. ૧૬ઃ રાજ્ય પરીક્ષા બોર્ડે સ્પેશ્યલ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ ટેટ-૧ અને ટેટ-ર ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરીને આ વિશે માહિતી આપવામાં આવી છે, જે મુજબ ૧ર ઓક્ટોબરે આ પરીક્ષા યોજાશે. મળતી માહિતી મુજબ સ્પે. ટેટ-૧ ની પરીક્ષા ૧ર ઓક્ટોબરે સવારે ૧૧ વાગ્યાથી ૧ વાગ્યા સુધી રહેશે, જ્યારે સ્પે. ટેટ-ર ની પરીક્ષા બપોરે ૩ વાગ્યાથી પ વાગ્યા સુધી રહેશે. પરીક્ષાનું આયોજન અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જિલ્લામાં કરવામાં આવ્યું છે. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અન્ય બાબતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે. આ અંગે ભરતી પસંદગી સમિતિ દ્વારા જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial