Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફતેપુર પાસે મગફળીનો જથ્થો સળગી ઉઠ્યોઃ
ખંભાળિયા તા. ૧૮: પડાણા પાસે આવેલા ફર્નિચરની દુકાન તથા ગોદામમાં ગઈકાલે આગ ભભૂકતા પાંચેક કલાક સુધી પાણીનો મારો ચલાવવો પડ્યો હતો. આગના કારણે લાખોનું નુકસાન થયું છે. જ્યારે ભાણવડના ફતેપુર પાસે મગફળી ભરેલા ટ્રકમાં જીવંત વીજવાયર અડકતા મગફળીનો જથ્થો સળગી ઉઠ્યો હતો.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા પડાણા ગામના પાટીયા પાસે શિવશક્તિ ફર્નિચર નામની દુકાન તથા તેના ગોદામમાં ગઈકાલે કોઈ રીતે આગ ભભૂકી હતી. જોતજોતામાં વિકરાળ બનેલી આગના ધૂમાડા પ્રસરવા માંડ્યા હતા. આગ લાગ્યાની જાણ થતાં જામનગરથી ફાયરબ્રિગેડનો સ્ટાફ તથા ખંભાળિયા નગરપાલિકાના ફાયર સ્ટાફની સાથે રિલાયન્સ, એસ્સાર, નયારા કંપનીના ફાયર ફાઈટરો પણ પહોંચ્યા હતા.
અંદાજે પાંચેક કલાક સુધી પાણીનો મારો ચલાવાયા પછી આગ કાબૂમાં આવી હતી. તૈયાર ફર્નિચર તેમજ મટીરીયલ સળગીને ખાખ થઈ ગયું હતું. તે પછી ભાણવડમાં મગફળીનો જથ્થો લઈને જતા એક ટ્રકમાં પણ ફતેપુર ગામ પાસે આગ ભભૂકી હતી.
ભાણવડના યાર્ડમાંથી ટેકાના ભાવે ખરીદવામાં આવેલો મગફળીનો જથ્થો વેરાડ પહોંચાડવા જતો આ ટ્રક ફતેપુર પાસે ઉપરથી પસાર થતાં વીજ વાયરને અડકતા આગ ભભૂક્યાનું ખૂલ્યું છે. સ્થાનિક લોકો તથા ફાયરના સ્ટાફે આગને કાબૂમાં લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial