Advertisement
Author: નોબત સમાચાર

ગોંડલ સંપ્રદાયના સાધ્વી રત્ના પૂ. હર્ષાબાઈ મહાસતીજીની પાલખી યાત્રા

જય જય નંદા, જય જય ભદ્રાના નાદ્ સાથે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: ગોંડલ સંપ્રદાયના સાધ્વી રત્ના પૂ. હર્ષાબાઈ મહાસતીજી અમદાવાદમાં કાળ ધર્મ પામ્યા હતાં. તેમની પાલખી યાત્રા ગઈકાલે બપોરે જામનગરમાં નીકળી હતી. જય જય નંદા જય જય ભદ્રાના નાદ્ સાથેની આ પાલખી યાત્રામાં અનેક જૈનો જોડાયા હતાં.

ગોંડલ સંપ્રદાયના જશ, જવેર, સમય, પ્રભા પરિવારના સાધ્વી રત્ના પૂ. હર્ષાબાઈ મહાસતીજી તા. ૧પ-૧૧-ર૦રપ ના અમદાવાદમાં વિરતીધરમાં ચાર શરણાના સ્વીકાર તથા મંત્રના સ્મરણ સાથે સમાધિ ભાવે કાળધર્મ પામ્યા છે.

ગોંડલના ધર્માનુરાગી જયવંતભાઈ રતિલાલ કોઠારી જેમણે દાયકાઓ સુધી ગોંડલ સંઘ સંપ્રદાયની બેજોડ સેવા-વૈયાવચ્ચ કરી હતી. તેમના આંગણે રત્ન કુક્ષિણી માતુશ્રી સરોજબેનને ત્યાં તા. ૧૯-૩-૧૯૭૦ ના તેઓનો જન્મ થયો હતો. હેમેન્દ્રભાઈ, પિયુષભાઈ અને જીતેન્દ્રભાઈ એમ. ત્રણ ભાઈઓ તથા હર્ષાબેન એક બહેન હતાં.

ચેતનાબેન કોઠારીના જણાવાયા મુજબ સરળ સ્વભાવ, ગુરૂણી મૈયા પૂ. દયાબાઈ મ.સ.ના પરિચયમાં આવ્યા અને ધર્મના રંગે રંગાયા તથા વૈરાગ્યના બીજ રોપાયા.

મનોજ ડેલીવાળાએ જણાવ્ય મુજબ તા. ૪-ર-૧૯૯૬ ના પાવન દિવસે ગોંડલની ધન્યધરા ઉપર સૌરાષ્ટ્ર સિંહણ પૂ. ઈન્દુબાઈ મ.સ.એ તેમને કરેમિ ભંતેનો પાઠ ભણાવ્યો અને હર્ષાબેન બન્યા પૂ. હર્ષાબાઈ મહાસતીજી, ગુરૂણી મૈયા પૂ. દયાબાઈ મ.સ. તથા રત્નાધિકો સાથે સૌરાષ્ટ્ર, જામનગર, હાલારમાં વિચરણ કરી સ્વ પરના કલ્યાણમાં તેઓ નિમિત બન્યા.

છેલ્લા એક વર્ષથી કેન્સર ડીટેક્ટ થયું. અસહ્ય વેદના વચ્ચે પણ ચિત્ત પ્રસન્ના વર્તાઈ હતી.

વડીલ સાધ્વી રત્ન પૂ. કુંદનબાઈ મ.સ.એ અગાથ પરિશ્રમ સાથે સમાધિ આપવામાં તેઓ નિમિત્ત બન્યા. શાસન પ્રેમી વિરતીઘર અમદાવાદમાં તેઓ વિરાજમાન હતાં. વડીલ સાધ્વી રત્ના પૂ. કુંદનબાઈ મ.સ. તથા પૂ. વિશાખાભાઈ મ.સ. એ સેવા વૈયાવચ્ચ કરેલ શ્રાવિકા સેવાભાવી પૂજાબેન પંકજભાઈ સહિતના સમગ્ર શાહ પરિવારે અગ્લાન ભાવે અનેક સેવા-વૈયાવચ્ચ કરી હતી.

તા. ૧પ-૧૧-ર૦રપ ના રાત્રે ચાર શરણ અને નમસ્કાર મહામંત્રીના સ્મરણ સાથે અમદાવાદમાં સમાધિ ભાવે કાળ ધર્મ પામતા ગોંડલ સંપ્રદાય તેમજ જિન શાસનની બહુ મોટી ખોટ પડી છે.

ગઈકાલે બપોરે તેઓને જામનગર લવાયા પછી બપોરે તેમની પાલખી યાત્રા નીકળી હતી, જેમાં અનેક જૈન લોકો જોડાયા હતાં.

અજય શેઠ, હિતેષભાઈ ખજુરિયા, રાજુભાઈ શાહ દ્વારા ૭૭૭૭૭ નો જીવદયા માટે ફાળો આપવામાં આવ્યો હતો. પાલખી માટેની સેવા સ્થાનકવાસી જૈન સંઘના દિપકભાઈ શાહ, સેવાના સુબોધભાઈ વારિયા, પારસધામના ચેતનભાઈ શાહ અને કાર્યકરોએ સેવા આપી હતી. ઓશવાળ જૈનની બેન્ડ સેવા મળી હતી.

સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરા, શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, ખબર ગુજરાતના નિલેષભાઈ ઉદાણી, ગોંડલ સંઘ પ્રમુખ જીગ્નેશભાઈ વોરા, પ્રવિણભાઈ કોઠારી, હરેશભાઈ વોરા-રાજકોટ, મોટા સંઘ સહિતના અનેક સંઘ ટ્રસ્ટી જામનગર સમસ્ત સ્થાનકવાસી સમાજના ઉપાશ્રયના ટ્રસ્ટી, ઉપલેટા, કાલાવડ, ધોરાજી, લાલપુર, અમદાવાદ તેમજ ઘણાં સંઘના ટ્રસ્ટીઓ ઉપસ્થિત હતાં. પ.પૂ. હંસાબાઈ સ્વામીના સંસારી પરિવાર સરોજબેન જયવંતલાલ રતિલાલ કોઠારી પરિવાર પણ જોડાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh