Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાંબી કતારોના બદલે સમયબદ્ધ આયોજનઃ
ધ્રોળ તા. ૧૮: ધ્રોળ એપીએમસીમાં ટેકાના ભાવની ખરીદી ર૦રપ માં ઉત્તમ વ્યવસ્થા થતા ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાવા પામી છે.
ધ્રોળમાં આ વર્ષે ધ્રોળના ખેડૂતો માટે ટેકાના ભાવની ખરીદી માત્ર સરકારી પ્રક્રિયા નહીં, પણ એક સુવિધાયુક્ત મહાપર્વ બની ગયું છે. રાજકોટ હાઈવે પર આવેલા સિદ્ધિ વિનાયક ગ્રાઉન્ડમાં ઊભી કરાયેલી અદ્ભુત વ્યવસ્થાના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે, જ્યારે પણ ટેકાના ભાવે ખરીદીની વાત આવે છે, ત્યારે ખેડૂતોને લાંબી કતારો, સગવડ અને રાહ જોવી પડતી હોય છે, પરંતુ ધ્રોળમાં એ.પી.એમ.સી. અને ખરીદ એજન્સી જય સરદાર ખેત ઉત્પાદન ખરીદ વેંચાણ સહકારી મંડળી લિ. દ્વારા રાજ્ય ખરીદ એજન્સી ઈન્ડીએગ્રો કન્સોર્ટિયમ પ્રોડ્યુસર કંપની લિ. અને રાષ્ટ્રીય ખરીદ એજન્સી નેશનલ કો-ઓપરેટીવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઈન્ડિયાના સહયોગથી એવી આયોજનબદ્ધ વ્યવસ્થા કરવામાં આવી છે કે, ખેડૂતમિત્રો ખુશખુશાલ થઈ ગયા છે.
સિદ્ધિ વિનાયક ગ્રાઉન્ડની ખૂબ મોટી જગ્યા હોવાને કારણે અહીં ખેડૂતો શાંતિપૂર્વક અને વ્યવસ્થિત રીતે પોતાનો માલ વેંચી શકે છે. ક્યાંય ધક્કા-મૂક્કી કે અવ્યવસ્થા જોવા મળતી નથી. કાર્યક્રમ આયોજનના ભાગ રૂપે ધ્રોળમાં એક દિવસમાં રપ૦ જેટલા ખેડૂતોનો વારો લેવામાં આવે છે. આનાથી ખરીદીની પ્રક્રિયા ઝડપી બને છે અને ખેડૂતોનો સમય બચે છે. ખેડૂતોને ખરીદીની જાણકારી માટે સોશિયલ મીડિયા (વોટ્સએપ ગ્રુપ) ઉપરાંત, રજિસ્ટ્રેશન કરાવેલ મોબાઈલ નંબર પર ટેક્સ મેસેજ દ્વારા પણ ચોક્કસ સમય અને તારીખની જાણ કરવામાં આવે છે, જેથી કોઈ અફરાતફરી ન થાય.
અહીંનો તમામ સ્ટાફ માત્ર કામ પૂરતો સીમિત નથી. ખેડૂતોને કોઈ અગવડ ન પડે તે માટે તેઓ સતત મદદરૂપ થાય છે. જો કોઈ ખેડૂતને પ્રક્રિયાની ખબર ન હોય, તો સ્ટાફના સભ્યો સાથે રહીને હેલ્પ કરે છે. આ સપોર્ટના કારણે જ ખેડૂતો ખૂબ જ રાજી છે. ખરીદ કેન્દ્રના સંચાલકોએ સાબિત કરી દીધું છે કે સરકારી ખરીદી પર ખેડૂતો માટે સરળ, સન્માનજનક અને આનંદદાયક બની શકે છે. આ ઉત્તમ વ્યવસ્થા ધ્રોળના ખેડૂતોની મહેનતને સાચું વળતર આપી રહી છે અને સરકારી યોજનાઓના સફળ અમલનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરૃં પાડી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial