Advertisement
Author: નોબત સમાચાર

બિહારની ચૂંટણીમાં ગરબડઃ ઈવીએમમાં પહેલેથી જ રપ હજાર મતો હોવાનો આરજેડીનો ગંભીર આક્ષેપ

સમીક્ષા બેઠક પછી પૂર્વ પ્રદેશ અધ્યક્ષના નિવેદનથી ખળભળાટ

                                                                                                                                                                                                      

પટણા તા. ૧૮: બિહારની ચૂંટણી માટેના દરેક ઈવીએમમાં પહેલેથી જ રપ હજાર વોટ હતાં, તે પ્રકારના આરજેડીના નેતાના ગંભીર આરોપથી બિહારનું રાજકારણ ગરમાયું છે.

બિહાર વિધાનસભા-ર૦રપ ની ચૂંટણીના પરિણામો પછી રાષ્ટ્રીય જનતાદળ (આરજેડી) એ સોમવારે (૧૭મી નવેમ્બર) પટણામાં સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં તેજસ્વી યાદવને સર્વસંમતિથી વિધાનસભા પક્ષના નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા, તે પછી આરજેડીના વરિષ્ઠ નેતાઓના ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન અંગેના નિવેદનોથી રાજકીય વાતાવરણ ગરમાયું છે.

આ સમીક્ષા બેઠક પછી મીડિયા સાથે વાત કરતા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે ઈવીએમને લઈને ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, 'અમને અપેક્ષા નહોતી કે ચૂંટણીમાં આરજેડીને આવી દુર્દશાનો સામનો કરવો પડશે. ઈવીએમમાં આશરે રપ,૦૦૦ મત પહેલેથી જ હતાં. છતાં અમારા રપ ધારાસભ્યોનો વિજય અમારા માટે સૌભાગ્યની વાત છે.' તેમના નિવેદનથી ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર સીધો સવાલ ઉઠાવવામાં આવ્યો છે.

જગદાનંદ સિંહે લોકશાહી પ્રક્રિયામાં કથિત છેડછાડ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, 'જો લોકશાહી પ્રક્રિયા સાથે છેડછાડ કરવામાં આવે તો દેશ કઈ દિશામાં જશે...? શાસક પક્ષે પરિસ્થિતિ બદલવા માટે ખાસ પગલા લીધા છે. શું લોકશાહી એક એવો વ્યવસાય છે, જ્યાં છેતરપિંડી ચાલુ રહી શકે...? ઈવીએમ સાથે છેડછાડ ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છેે.'

બેઠકમાં હાજર રહેલા મનેરના આરજેડી ધારાસભ્ય ભાઈ વીરેન્દ્રએ પણ ચૂંટણી પ્રક્રિયામાં છેડછાડનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, 'અમે બેલેટ પેપરનો ઉપયોગ કરીને ચૂંટણી જીતીએ છીએ, પરંતુ ઈવીએમનો ઉપયોગ કરીને ચૂંટણી હારી જઈએ છીએ. ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવી છે, અને આપણે તેની સામે લડવું જોઈએ' તેમણે આ મુદ્દે વધુ આંદોલનની જરૂરિયાત દર્શાવી હતી.

આરજેડી નેતાઓના આ આક્ષેપોથી ફરી એકવાર ઈવીએમની વિશ્વસનીયતા પર રાજકીય ચર્ચા શરૂ થઈ છે. જો કે, ચૂંટણીપંચે ભૂતકાળમાં વારંવાર સ્પષ્ટતા કરી છે કે, ઈવીએમ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમાં કોઈપણ પ્રકારની હેરાફેરી અશક્ય છે.

ઉલ્લેખનીય છે કે, બિહારમાં એનડીએ ર૦ર બેઠક પર જીત સાથે ફરી સરકાર બનાવશે. ભાજપ ૮૯ બેઠકો પર જીત સાથે રાજ્યની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. આ ઉપરાંત નિતીશકુમારની પાર્ટી જેડીયુને ૮પ બેઠક, ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપીઆરને ૧૯ બેઠક, જીતન રામ માંજીની પાર્ટી એચએએમ ને પાંચ બેઠક અને આરએલએમ ને ચાર બેઠક પર જીત મળી છે.

બીજી બાજુ મહાગઠબંધનના સૂપડા સાફ થઈ ગયા છે. મહાગઠબંધન ફક્ત ૩પ બેઠકો પર સમેટાઈ ગયું. મહાગઠબંધનમાં તેજસ્વી યાદવની પાર્ટી આરજેડીએ સૌથી વધુ રપ બેઠક પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસે ૬ બેઠક પર અને અન્ય સહયોગી પક્ષોએ ચાર બેઠક પર જીત મેળવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh