Advertisement
Author: નોબત સમાચાર

ગાંધીનગરના દ્વારેથી

                                                                                                                                                                                                      

'કમલમ્'માં ભાજપની આજની બેઠક રદ્ થતા અનેક તર્ક-વિતર્ક

ગાંધીનગર તા. ર૧ (જિતેન્દ્ર ભટ્ટ દ્વારા): કોબા સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલય 'કમલમ્'માં આજે ભાજપની મહત્ત્વની બેઠક યોજાનાર હતી. તે બેઠક અચાનક રદ્ કરવામાં આવતા અનેક તર્ક-વિતર્ક સાથે ચર્ચા જાગી છે.

આ બેઠકમાં ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ઉપસ્થિત રહેવાના હતાં. આ બેઠકમાં ગુજરાત પ્રદેશના નવા પ્રમુખની વરણી મુખ્ય મુદ્દો હતો, જો કે પક્ષના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સ્થિતિ કારણે બેઠક મલતવી રાખવામાં આવી છે. બેઠક રદ્ થવાથી નવા પ્રમુખની જાહેરાત તથા વિસ્તરણની બાબત ઉપર ઠંડુ પાણી ફરી વળ્યું છે.

મણિનગર સ્કૂલની ઘટનાઃ હાથના કર્યા હૈયે વાગ્યા!

મણિનગર-ખોખરાની સ્કૂલમાં સિન્ધી વિદ્યાર્થીની હત્યાની ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. આ સ્કૂલ માટે આ વિસ્તારમાં લગડી જેવા પ્લોટની વિશાળ જમીન જે તે વખતના સત્તાધારી ભાજપે જ સાવ ટોકન ભાડાથી કે અન્યરીતે શાળાના ક્રિશ્ચિયન સંચાલકોને ભેટ ધરી દીધી હતી. આ શાળામં જ એક વખત ફાયરીંગ, કર્મચારીની આત્મહત્યા પછી આ હત્યાનો ત્રીજો બનાવ છે. આ શાળાના સંચાલકો હવે મોટા કદના થઈ ગયા હોવાથી શિક્ષણ ઉપર કબજો જમાવી દીધો છે. તેથી હવે સરકાર પણ શિક્ષણ ક્ષેત્રે ભીંસમાં આવી ગઈ છે.

સૌથી ગંભીર અને નોંધપાત્ર બાબત એ છે કે શાળાના સંચાલક આઈસીએસઈ બોર્ડના ચેરમેન છે. તેથી હું જ અરજદાર અને હું જ નિર્ણાયક જેવી સ્થિતિ પેદા થઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh