Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જાડેજા પરિવાર આયોજિત
ખંભાળીયા તા. ૨૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાતેલ ગામે તાજેતરમાં જાડેજા પરિવાર દ્વારા શિવ મહાપુરાણનું ભવ્ય આયોજન થયું હતું. પૂર્વ.જિ.પં. પ્રમુખ તથા દ્વારકા, જામનગર જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ પ્રતાપસિંહ સીદુભા જાડેજા પરિવાર દ્વારા તેમના પિતૃઓના મોક્ષાર્થે કાર્યક્રમ તા. ૧-૮ થી તા. ૯-૮-૨૫ સુધી શિવ મહાપુરાણનો જાણીતા કથાકાર વક્તા ડો. મહાદેવ પ્રસાદ મહેતાના વ્યાસાસને યોજાયો હતો. શિવ મહાપુરાણમાં કથાકાર વક્તા ડો. મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા લાક્ષણિક શૈલીમાં વિવિધ દૃષ્ટાંતો સાથે વિવિધ શિવ અવતારોની કથા, શિવ વિવાહ, શિવ કથા મહત્ત્વ, શિવ તત્વજ્ઞાન નિરૂપણ, દ્વાદશ જ્યોતિર્લિંગ કથા, સન્યાસ વિધિ વિગેરે કાર્યક્રમો સાથે દેવરાજ ગઢવી તથા રાજભા ગઢવીનો લોકડાયરો તથા વેરાડની કાનગોપી મંડળીના કાર્યક્રમો પણ યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો, રાજપૂત અગ્રણીઓ, ધારાસભ્યો, પાલિકા સદસ્યો, જિ.પં. સદસ્યો, સરપંચો, મંત્રીઓ તથા ભાવિકો આ શિવ મહાપુરાણના જ્ઞાનયજ્ઞના કાર્યક્રમમાં જોડાયા હતા.
પાર્થિવ શિવલિંગ/વિશેષ પૂજા
કથા દરમ્યાન રોજ સવારે કથાની શરૂઆતની પહેલા પાર્થિવ શિવલિંગ બનાવીને ભાવિકો લાવતા તેનું પૂજન કરી રોજ દર્શન તથા ઉત્તરપૂજન કરીને તળાવમાં પધરાવતા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial