Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો કરનાર
નવી દિલ્હી તા. ર૧: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરનાર રાજકોટનો રાજેશ નામનો આરોપી પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલાયો છે, જેથી હવે બધા રહસ્યો ખુલશે.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરવાના આરોપી રાજેશ ખીમજીને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. તેમને મોડી સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં, જ્યાં કોર્ટે તેમને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો હતો. આરોપીને ગઈકાલે મોડી સાંજે હાજર કરવા માટે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. હવે પોલીસ આરોપીની પૂછપરછ કરશે અને મુખ્યમંત્રી પર હુમલાના રહસ્યો જાહેર કરશે.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી વ્યક્તિએ બુધવારે સવારે સિવિલ લાઈન્સ સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને જનસુનવાઈ દરમિયાન મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી ગુજરાતના રાજકોટનો રહેવાસી છે. તે છેલ્લા ર૪ કલાકથી સતત મુખ્યમંત્રીની રેકી કરી રહ્યો હતો.
આરોપી એક દિવસ પહેલા જ શાલીમાર બાગ સ્થિત મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નિવાસસ્થાને પણ પહોંચ્યો હતો. તે સમયના સીસી ટીવી કૂટેજ પણ સામે આવ્યા છે.
પોલીસે હુમલા પછી તરત જ આરોપી રાજેશ ખીમજીને કસ્ટડીમાં લીધો હતો. તેની સતત પૂછપરછ કરવામાં આવી રહી હતી. દરમિયાન તેને મોડી સાંજે હાજર થવા માટે તીસ હજારી કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસે પૂછપરછ માટે કોર્ટ પાસેથી આરોપીના રિમાન્ડ માંગ્યા હતાં, જેને કોર્ટે સ્વીકારી લીધા હતાં. હવે આરોપી આગામી પાંચ દિવસ માટે પોલીસ રિમાન્ડમાં રહેશે. તેણે દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલો કેમ કર્યો તેનું રહસ્ય ખુલી શકે છે.
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જનસુનવાઈ દરમિયાન પોતાના પર થયેલા હુમલા અંગે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી. મુખ્યમંત્રીએ આ હુમલાને કાયરતાપૂર્ણ પ્રયાસ ગણાવ્યો અને કહ્યું કે સ્વાભાવિક રીતે આ હુમલા પછી હું આઘાતમાં હતી, પરંતુ હવે હું સ્વસ્થ અનુભવી રહી છું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ લખી અને પોતાના વિચારો રજૂ કર્યા.
મુખ્યમંત્રીએ કહ્યું કે, બુધવારે સવારે જાહેર સુનાવણી દરમિયાન મારા પર થયેલો હુમલો ફક્ત મારા પર જ નહીં, પરંતુ દિલ્હીની સેવા અને લોકોના કલ્યાણના અમારા સંકલ્પ પર કાયરતાપૂર્ણ પ્રયાસ છે. સ્વાભાવિક રીતે આ હુમલા પછી હું આઘાતમાં હતી, પરંતુ હવે હું સ્વસ્થ અનુભવી રહી છું. હું મારા બધા શુભેચ્છકોને વિનંતી કરૂ છું કે કૃપા કરીને મને મળાવની તસ્દી ન લો. હું ખૂબ જ ટૂંક સમયમાં તમારી વચ્ચે કામ કરતી જોવા મળીશ.
મીડિયા રિપોર્ટ મુજબ રાજેશ પશુપ્રેમી છે અને કૂતરાઓને હટાવવાના મુદ્દે નારાજ હતો. તેની માનસિક સ્થિતિ સારી નહીં હોવાનું પણ તેના પરિવારજનોને ટાંકીને જણાવાઈ રહ્યું છે. હવે પોલીસ તપાસ પૂરી થયે તમામ હકીકતો બહાર આવશે તેમ જણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial