Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હર્ષદ મીલની ચાલીમાં ગુરૂ.વારે રાત્રે બઘડાટીઃ
જામનગર તા. ૧૩: જામનગરની હર્ષદ મીલની ચાલીમાં ગુરૂ.વારની રાત્રે મોટરની ટક્કર રોડ પર પડેલા સ્કૂટરને લાગી ગયા પછી બે ભાઈઓ પર ચાર શખ્સે છરી, ધોકા, પાઈપથી હુમલો કરી માર માર્યાે હતો.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પટેલનગર નજીકની હર્ષદમીલની ચાલીમાં રહેતા ભગવાનજીભાઈ રામજીભાઈ ચૌહાણ નામના યુવાન ગુરૂ.વારે રાત્રે હર્ષદની ચાલી પાસેથી પોતાની મોટર લઈને જતા હતા. ત્યારે ત્યાં પડેલા કાલિદાસ કમાલ વાઘેલા નામના શખ્સના રોડ પર પડેલા એકટીવા સ્કૂટરમાં તેમની મોટર અડકી જતા બોલાચાલી થઈ હતી.
આ વેળાએ કાલિદાસે ઢીકાપાટુથી હુમલો કરવા ઉપરાંત પોતાના ભાઈ ધર્મેન્દ્ર વાઘેલા તથા પોતાના બે ભાણેજને ફોન કરીને બોલાવ્યા હતા તેથી ભગવાનજીભાઈએ પણ પોતાના ભાઈ અજયને ફોન કર્યો હતો. આ વેળાએ આવી પહોંચેલા અજયે સમજાવટ કરતા ઉશ્કેરાયેલા કાલિદાસ તથા ધર્મેન્દ્ર વાઘેલા અને તેના બે ભાણેજે ધોકા, પાઈપ, છરીથી હુમલો કરી માર માર્યો હતો અને પતાવી દેવાની ધમકી આપી હતી. સિટી એ ડિવિઝનમાં ભગવાનજી ચૌહાણે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial