Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી વલ્લભ વૈષ્ણવાચાર્ય પૂ.પા.શ્રી ૧૦૮ ગૌસ્વામી વ્રજરાજકુમારજીના કરકમલો દ્વારા
જામનગર તા. ૧૩: શ્રી વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા જામનગર (છોટીકાશી) માં વીવાયઓ વ્રજધામ હવેલીનું આવતીકાલે સાંજે ૬ વાગ્યે ભૂમિપૂજન થનાર છે, જેમાં જેજેશ્રી આશીર્વચન આપશે.
સમગ્ર વિશ્વભરમાં પુષ્ટિ સંપ્રદાય અને સનાતન ધર્મ એવમ્ સંસ્કૃતિની જ્યોત પ્રજ્જવલિત કરતી શ્રી વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા લાલપુર રોડ, સહજાનંદ પાર્ક, શ્રી દ્વારકાધીશ રેસ્ટોરન્ટ પાછળ, ક્રિશ કોમ્પ્લેક્ષ સામેની ગલીમાં આવેલ વિશાળ જગ્યામાં વીવાયઓ વ્રજધામ હવેલીનું નિર્માણ થશે. જેનું ભૂમિપૂજન આવતીકાલે આસો વદ ૮ ને મંગળવાર, તા. ૧૪ ઓક્ટોબર ર૦રપ ના શુભ દિને સાંજે ૬ કલાકે શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂ. પા.શ્રી ૧૦૮ ગૌસ્વામી શ્રી વ્રજરાજકુમારજી મહોદ્યના કરકમલો વડે થશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, શ્રી વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન સમગ્ર વૈશ્વિક ફલક પર દેશ-વિદેશમાં પુષ્ટિ સંપ્રદાયના પ્રચાર અને પ્રસાર માટે તેમજ હિન્દુ સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મના જતન અને જાળવણી માટે શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂ.પા. શ્રી ૧૦૮ ગૌસ્વામી વ્રજરાજકુમારજી મહોદ્ય અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અને વિશ્વના વિવિધ દેશોમાં શ્રી વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનની શાખાઓ જેજેશ્રીના પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કાર્યરત છે.
આ સંસ્થા દ્વારા દેશ-વિદેશનમાં સામાજિક, આધ્યાત્મિક, આરોગ્યલક્ષી અને પર્યાવરણલક્ષી વિવિધ પ્રોજેક્ટ માનવ સૃષ્ટિના કલ્યાણાર્થે કરવામાં આવી રહેલ છે, જેની નોંધ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે પણ લઈ, સંસ્થાની પ્રવૃત્તિઓને વારંવાર બિરદાવી છે.
જામનગરના નિર્માણ પામનાર વીવાયઓ વ્રજધામ હવેલીના ભૂમિપૂજન કાર્યક્રમના આયોજનથી છોટીકાશીના વૈષ્ણવ સમાજમાં હરખની હેલી પ્રસરેલ છે. સમગ્ર જામનગર શહેરની વૈષ્ણવ સૃષ્ટિને આ કાર્યક્રમમાં પધારવા અને પૂ. જેજેશ્રીના આશીર્વચનનો લાભ લેવા શ્રી વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન જામનગર શાખા દ્વારા સ્નેહભર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial