Advertisement
Author: નોબત સમાચાર

સિકકા નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ સહિત આઠ કોર્પોરેટરોએ ભાજપ છોડયુઃ કોંગ્રેસમાં જોડાયા

અમદાવાદમાં રાજીવભવનમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં મોટો ધડાકો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગર તાલુકાની સિકકા નગરપાલિકાના કારોબારી ચેરમેન સહિત આઠ કોર્પોરેટરો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હોવાથી હવે જિલ્લામાં કોંગ્રેસ મજબુત બનશે, તેવા પ્રત્યાઘાતો પડયા છે. અમદાવાદના રાજીવ ગાંધી ભવનમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સહિતના હોદે્દારોએ કોર્પોરેટરોને આવકાર્યા હતાં.

જામનગર જિલ્લાની રાજનીતિમાં ગત શનિવારે એક મોટો રાજકીય ધડાકો થયો છે.જામનગર તાલુકાના સિક્કા નગરપાલિકાના વર્તમાન કારોબારી ચેરમેન જુશબભાઈ બારૈયા તથા સાત કોર્પોરેટરોએ ભાજપ છોડીને કોંગ્રેસ પક્ષમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ તમામ લોકોએ કોંગ્રેસના સિદ્ધાંતો, લોકો માટેના વિચાર અને સર્વસમાવેશક વિકાસના વિઝનથી પ્રેરાઈ  સત્તાવાર રીતે કોંગ્રેસ માં જોડાયા છે.

આ જોડાણથી જામનગર જિલ્લામાં કોંગ્રેસને નવી ઉર્જા અને બળ મળશે. કોંગ્રેસ આવનાર સમયમાં જામનગરમાં એક મજબૂત વિકલ્પ નહીં, પણ એક મુખ્ય પક્ષ તરીકે ઉભરશે. કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો અને જિલ્લા કક્ષાના નેતાઓએ આ જોડાણનું સ્વાગત કરતા જણાવ્યું કે આ ફક્ત રાજકીય પરિવર્તન નથી, પરંતુ લોકહિત અને વિકાસને સમર્પિત વિચાર ધારા નો વિજય છે.

જામનગર જિલ્લા કોંગ્રેસના સંગઠનમાં આ નવા જોડાણ સાથે હવે સંગઠન વધુ સશક્ત બનશે અને આવનાર ચૂંટણીમાં કોંગ્રેસ એક નવી શક્તિ તરીકે પ્રગટ થશે.

કોંગ્રેસમાં જોડાયેલા નગરપાલિકાના અન્ય ભાજપ સભ્યોમાં  વલીમામદ મલેક, અસગર હુંદડા, જ્યોત્સ્નાબેન ગૌસ્વામી , રેશ્માબેન કુંગડા,  મામદભાઈ કુંગડા, રોશનબેન સુંભણીયા અને  ઝુબેદાબેન સુંભણીયાનો સમાવેશ  થાય છે.

અમદાવાદના  રાજીવ ગાંધી ભવનમાં પ્રમુખ અમિતભાઈ ચાવડા, ઉપરાંત લાલજીભાઈ દેસાઈ, મનીષભાઈ દોશીની ઉપસ્થિતિમાં, જામનગર જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ મનોજભાઈ કથીરિયા, તાલુકા પ્રમુખ ઇકબાલભાઈ સુમરા અને યુવા કોંગ્રેસ પ્રમુખ દેવરાજભાઈ ગોહિલની આગેવાનીમાં અનેક આગેવાનો અને કાર્યકર્તાઓએ કોંગ્રેસ પક્ષમાં વિશ્વાસ વ્યક્ત કરી જોડાણ કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh