Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંડવોના અજ્ઞાતવાસ સાથે સંકળાયેલું સ્વયંભૂ શિવલીંગઃ
જામજોધપુર તા. ૨૧: જામજોધપુર તાલુકાના સડોદર ગામની બાજુમાં બિરાજમાન ફૂલનાથ મહાદેવ મંદિરનો ઈતિહાસ પાંડવોના ઈતિહાસ સાથે સંકળાયેલો છે.
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામની બાજુમાં ફૂલનાથ મહાદેવ બિરાજમાન છે. આ જગ્યાએ પાંડવો તેમજ માતા કુંતાએ પોતાના વનવાસ બાદના ૧૩મા અજ્ઞાતવાસ દરમ્યાન રાતવાસો કર્યો હતો. માતા કુંતાને દરરોજ સવારે મહાદેવની પૂજા કરવાનો નિયમ હોવાથી શિવલીંગ સાથે રાખતા. ફૂલનાથ પહેલા તેઓએ લાલપુર તાલુકના ગજણા ગામે રોકાણ કર્યું હતું અને ભીમ ભોળેશ્વરની ટેકરી પર શિવલીંગ ભૂલી ગયા હતા. પોતાની માતાને પૂજા૫ાઠ માટે શિવલીંગ જોશે તેવા વિચારોમાં ભીમને ઊંઘ ન આવી અને સવારે વહેલા જંગલામાંથી ફૂલ વીણી વીણીને ફૂલના શિવલીંગ બનાવ્યા અને પોતાની માતાને કહ્યું કે મે શિવલીંગને ફૂલથી શણગાર્યા છે.
માતા કુંતા જ્યારે જળનો લોટો ચડાવવા ગયા ત્યારે ભીમને પણ ડર હતો કે તેની પોલ ખુલી જશે. પરંતુ તેઓ જેમ જળ ચડાવતા ગયા તેમ ફૂલ નીચે પડતા ગયા અને હાલનું જે શિવલીંગ છે તે સ્વયંભૂ પ્રગટ થયું છે. જે "ફૂલનાથ મહાદેવ મંદિર" તરીકે ઓળખાય છે. બાદમાં ભોળા ભીમે તેની માતાને સાચી વાત કરી, પરંતુ માતા ગુસ્સે થવાને બદલે પ્રસન્ન થયા કે ભીમની ભૂલથી તો સ્વયં ભોળાનાથે પ્રગટ થઈ આપણને આશીર્વાદ આપ્યા.
પાંડવોએ રાતવાસો દરમ્યાન અહીં આંબો વાવ્યો હતો. જે હાલમાં પણ ત્યાં હયાત છે. સડોદરના ફૂલનાથ મંદિરે આવવા તથા જવા માટે પાકો રોડ તથા બસની સુવિધા છે. સવાર સાંજ અહીં આરતી થાય છે. શ્રાવણ અમાસના ત્રણ દિવસ દરમ્યાન મેળો ભરાય છે. અને હજારો ભક્તો મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial