Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યવસાય માટે લીધેલા નાણા વ્યક્તિગત ખર્ચમાં વાપરી નાખવાનો આરોપઃ
મુંબઈ તા. ૧૪: શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા ફરી મુશ્કેલીમાં મૂકાયા છે. ૬૦ કરોડની છેતરપિંડીનો કેસ દાખલ થયો છે. આ કેસ શિલ્પા અને રાજની બંધ બેસ્ટ ડીલ ટીવી પ્રાઈવેટ લિમિટેડ માટે લોન અને રોકાણ સોદા સાથે સંબંધિત છે.
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા ફરી એકવાર મુશકેલીમાં મૂકાયા છે. શિલ્પા, રાજ કુન્દ્રા ઉપરાંત એક અજાણ્યા વ્યક્તિ સામે ૬૦ કરોડની છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. અભિનેત્રી અને તેના પતિ વિરૂદ્ધ મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે
પ્રાપ્ત થતી માહિતી અનુસાર આર્થિક ગુના શાખાએ મુંબઈના એક ઉદ્યોગપતિ પાસેથી ૬૦.૪૮ કરોડની છેતરપિંડીનો કેસ દાખલ કયો છે. વાસ્તવમાં આ કેસ શિલ્પા અને રાજની બંધ બેસ્ટ ડીલ ટીવી પ્રાઈવેટ લિમિટેડ માટે લોન અને રોકાણ સોદા સાથે સંબંધિત હોવાનું કહેવાય છે.
ઉદ્યોગપતિ દિપક કોઠારીએ આરોપ લગાવ્યો છે કે તેમણે તેમને ર૦૧પ-ર૦ર૩ ની આસપાસ વ્યવસાય વિસ્તરણ માટે ૬૦.૪૮ કરોડ રૂપિયા આપ્યા હતાં, પરંતુ તેમણે તે વ્યક્તિગત ખર્ચ તરીકે ખર્ચ્યા. એટલું જ નહીં, દિપક કોઠારીએ એવો પણ દાવો કર્યો હતો કે તેઓ ર૦૧પ માં એક એજેન્ટ રાજેશ આર્ય દ્વારા શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના સંપર્કમાં આવ્યા હતાં. તે સમયે બન્ને ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ, બેસ્ટ ડીલ ટીવીના ડિરેક્ટર હતાં. તે સમયે શિલ્પા શેટ્ટી પાસે કંપનીમાં ૮૭ ટકાથી વધુ શેર હતાં. તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે રાજેશ આર્યએ કંપની માટે ૧ર ટકા વાર્ષિક વ્યાજ પર ૭પ કરોડ રૂપિયાની લોન માગી હતી, પરંતુ ઊંચા કરથી બચવા માટે તેમણે આ પૈસા રોકાણ કરવાનું સૂચન કર્યું. ત્યારપછી એક બેઠક યોજાઈ અને પૈસા સમયસર પરત કરવાના વચન સાથે સોદાને અંતિમ સ્વરૂપ અપવામાં આવ્યું.
આ સોદા માટે તેમના દ્વારા ૬૦.૪૮ કરોડ રૂપિયાથી વધુ રકમ આપવામાં આવી છે, અને તેના સંદર્ભે ૩.૧૯ લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવવામાં આવી હતી. કોઠારી કહે છે કે, શીલ્પા શેટ્ટીએ તેમને એ-લિ ર૦૧૬ માં વ્યક્તિગત ગેરંટી પણ આપી હતી, પરંતુ થોડા મહિના પછી એટલે કે સપ્ટેમ્બરમાં તેમણે કંપનીના ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપ્યું. આ પછી તરત જ કંપની સામે ૧.ર૮ કરોડ રૂપિયાનો નાદારીનો કેસ પ્રકાશમાં આવ્યો.
તેમનું કહેવું છે કે તેમણે વારંવાર પૈસા પાછા માંગ્યા છે, પરંતુ તેના પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. ત્યારપછી કોઠારીએ તેમની ફરિયાદમાં શિલ્પા અને રાજ કુદ્રા પર ર૦૧પ-ર૦ર૩ દરમિયાન કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે, જેમાં તેઓએ વ્યવસાયિક હેતુ માટે પૈસા માંગ્યા હતાં અને તેને વ્યક્તિગ ખર્ચ પર ખર્ચ્યા હતાં.
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાના વકીલ શાંત પાટીલે આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે દાવો કર્યો છે કે આનો નિર્ણય ઓક્ટોબર-ર૦ર૪ માં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં થઈ ચૂક્યો છે. તેમનું કહેવું છે કે, આ મામલે કોઈ ગુનાહિતતા નથી અને તેમણે ઈઓડબલ્યુને તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરી દીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial