Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આમંત્રણ કાર્ડ પર ઓપરેશન સિંદૂરઃ
નવી દિલ્હી તા. ૧૪: વડાપ્રધાન ત રીકે નરેન્દ્ર મોદી કાલે ૧ર મી વખત તિરંગો ફરકાવશે, જ્યારે રાષ્ટ્રગીત વગાડતા બેન્ડમાં પહેલીવાર અગ્નિવીરનો સમાવેશ થશે. આમંત્રણ કાર્ડ પર ઓપરેશન સિંદૂરનો લોગો પ્રદર્શત કરાયો છે.
૧પ ઓગસ્ટ ર૦રપ ના ૭૯ મો સ્વતંત્રતા દિવસ ઉજવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને રાષ્ટ્રને સંબોધન કરશે. આ વખતે થીમ 'નવું ભારત' છે. મોદી દિલ્હીના લાલ કિલ્લાની પ્રાચીર પરથી સતત ૧ર મી વખત રાષ્ટ્રને સંબોધન કરશે. તેમના સંબોધન દ્વારા આંતરરાષ્ટ્રીય સમુદાયને ભારતનું વિઝન આપવામાં આવશે. ઉપરાંત આખું સંબોધન સેનાની બહાદુરીને સમર્પિત હશે.
આ વર્ષે પહેલીવાર રાષ્ટ્રીગ વગાડતા બેન્ડમાં ૧૧ અગ્નિવીર ભાગ લેશે. ઉપરાંત આમંત્રણ કાર્ડ પર ઓપરેશન સિંદૂરનો લોગો અને ચેનાબ પુલનો વોટરમર્ક હશે, જે 'નવા ભારત'ના ઉદયને દર્શાવે છે.
વિંગ કમાન્ડર એએસ સેખોં ગાર્ડ ઓફ ઓનરનું નેતૃત્વ કરશે. મેજર અર્જુન સિંહ પ્રધાનમંત્રી ગાર્ડમાં સેનાની ટૂકડીનું નેતૃત્વ કરશે. નૌકાદળની ટૂકડીનું નેતૃત્વ લેફ્ટનન્ટ કમાન્ડર કોમલદીપ સિંહ કરશે અને વાયુસેનાની ટૂકડીનું નેતૃત્વ સ્ક્વોડ્રન લીડર રાજન અરોરા કરશે. દિલ્હી પોલીસની ટૂકડીનું નેતૃત્વ એડિશનલ ડીસીપી રોહિત રાજબીર સિંહ કરશે. ૧૭ર૧ ફિલ્ડ બેટરી (સેરેમોનિયલ) દ્વારા ર૧ પોતોની સલામી આપવામાં આવશે. સ્વદેશી ૧૦પ મીમી લાઈટ ફિલ્ડ ગનનો ઉપયોગ કરતી આ સેરેમોનિયલ બેટરીની કમાન મેજર પવન સિંહ શેખાવતના હાથમાં હશે.
રાષ્ટ્રીય ધ્વજ રક્ષક, જેમાં સેના, નૌકાદળ, વાયુસેના અને દિલ્હી પોલીસના એક-એક અધિકારી અને ૩ર અન્ય રેન્કના કર્મચારીઓનો સમાવેશ થશે. વડાપ્રધાન જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવશે તયારે કુલ ૧ર૮ સૈનિક રાષ્ટ્રીય સલામી આપશે. વિંગ કમાન્ડર તરૂણ ડાગર આ ઈન્ટર સર્વિસ ગાર્ડ અને પોલીસ ગાર્ડનું નેતૃત્વ કરશે.
નેશનલ ફ્લેગ ગાર્ડમાં આર્મી ટૂકડીનું નેતૃત્વ મેજર પ્રકાશ સિંહ કરશે. નૌકાદળનું નેતૃત્વછ લેફ્ટનન્ટ કમાન્ડર મોહમ્મદ પરવેઝ કરશે અને વાયુસેના ટૂકડીનું સંચાલન સ્ક્વોડ્રન લીડર વી.વી. શરાવન કરશે. દિલ્હી પોલીસ ટૂકડીનું નેતૃત્વ એડિશનલ ડીસીપી અભિમન્યું પોસવાલ કરશે. જુનિયર વોરંટ ઓફિસર એમ. ડેકા બેન્ડનું સંચાલન કરશે.
ઓપરેશન સિંદૂરની સફળતા આ વર્ષના સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન ઉજવવામાં આવશે. જ્ઞાનપથ પરના વ્યૂ કટર પર ઓપરેશન સિંદૂરનો લોગો હશે. ફ્લોરલ ડેકોરેશન પણ ઓપરેશન પર આધારિત હશે.
આમંત્રણ કાર્ડસમાં ઓપરેશન સિંદૂરનો લોગો પણ હશે. આમંત્રણ કાર્ડસમાં ચેનાબબ્રિજનો વોટરમાર્ક પણ હશે, જે 'નવા ભારત' સ્વયંસેવકોના કેડેટ્સ રાષ્ટ્રગીત ગાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial