Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
થોડા દિવસ પહેલાં બનાવ્યો હતો વીડિયોઃ
જામનગર તા. ૧૪: ઓખાના સુદર્શન સેતુ પર થોડા દિવસ પહેલાં એક હાથમાં હથિયાર અને બીજા હાથે બાઈક ચલાવતો હોય તેવો એક શખ્સે વીડિયો બનાવી વાયરલ કર્યાે હતો. પોલીસે આ શખ્સને શોધી કાઢી તેની સામે ગુન્હો નોંધ્યો છે.
ઓખાને બેટ દ્વારકા સાથે જોડતા સુદર્શન બ્રિજ પર થોડા દિવસ પહેલાં એક શખ્સ એક હાથે પુરપાટ ઝડપે બાઈક ચલાવતો અને બીજા હાથે અગ્નિશસ્ત્ર લહેરાવતો હોય તેવો વીડિયો પોલીસના ધ્યાનમાં આવ્યો હતો.
આ વીડિયો અંગે પોલીસે શરૂ કરેલી તપાસમાં કલ્યાણપુર તાલુકાના રાણ ગામના કુરજી રાણાભાઈ કણઝારીયા નામના શખ્સના સગડ મળ્યા હતા. આ શખ્સે થોડા દિવસ પહેલાં આવી રીતે સીન જમાવતો વીડિયો બનાવતો હોવાનું ખૂલતા જમાદાર આર.ડી. બઠીયાએ ખુદ ફરિયાદી બની કુરજી સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial