Advertisement
Author: નોબત સમાચાર

કજુરડામાં ડીવાયએસપી ટીમના દરોડામાં ઝડપાઈ જુગારની મહેફિલઃ ચાર પકડાયા, છ નાસી ગયા

કુલ દસ દરોડામાં દ્વારકા જિલ્લામાંથી ચાર મહિલા સહિત એકતાલીસ પકડાયાઃ

                                                                                                                                                                                                      

   જામનગર તા. ૧૪: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા, કજુરડા, ભાણવડ, મોરઝર, ખીરસરા, સુરજકરાડી, ભાટીયામાં તેમજ કજુરડામાં જુગારના દસ દરોડામાં ચાર મહિલા સહિત એકતાલીસ વ્યક્તિ જુગાર રમતા ઝડપાયા છે. છ શખ્સ નાસી જવામાં સફળ થયા છે. કુલ રૂ.૨,૧૯,૯૧૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.

ખંભાળિયા શહેરમાં બુધવારે રાત્રે ગંજીપાના વડે જુગાર રમતા નિલેશ ભગવાનજી દત્તાણી, ધીરજભાઈ કાંતિભાઈ લાલ, જગાભાઈ જેઠાભાઈ પીંડારીયા, રંજનભાઈ મોહનભાઈ દત્તાણી, મૂળુભાઈ આલાભાઈ ચાવડા, શૈલેષ પ્રભાશંકર આરંભડીયા નામના છ શખ્સ એલસીબીના દરોડામાં ઝડપાઈ ગયા હતા. રૂ.૨૩૬૦૦ કબજે કરાયા છે.

ખંભાળિયા તાલુકાના કજુરડા ગામની સીમમાં વિજયસિંહ જીલુભા સોઢાના ખેતરમાં બુધવારની રાત્રે નાલ આપી જુગાર રમતા દિલીપસિંહ ઘેલુભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાલમસંગ સોઢા, અનીરૂદ્ધસિંહ રણજીતસિંહ સોઢા, ગુલાબસિંહ મહોબતસિંહ જાડેજા નામના ચાર શખ્સ ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ.૨૩૦૫૦ રોકડા, મોબાઈલ, ચાર બાઈક મળી ૧,૩૩,૫૫૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. ડીવાયએસપીની ટીમના આ દરોડામાં પોલીસને જોઈને વિજયસિંહ જીલુભા, રવિરાજસિંહ પ્રવીણસિંહ સોઢા, કરણસિંહ કિરીટસિંહ જાડેજા, સુખદેવસિંહ ખુમાનસિંહ જાડેજા, શક્તિસિંહ વિજયસિંહ સોઢા, યુવરાજસિંહ રાજભા સોઢા નામના છ શખ્સ નાસી ગયા હતા.

સુરજકરાડીમાં બુધવારની સાંજે તીનપતી રમતા શિવુભા દેવાણંદભા માણેક, જીતુભા નાગાજણ ભગાડ, વેજાભાઈ જીવણભાઈ મકવાણા, દેવુભાઈ હીરાભાઈ ડંડેચા, હેમરાજ શામળાભા માણેક નામના પાંચ શખ્સ રૂ.૩૬૧૫૦ સાથે ઝડપાઈ ગયા હતા.

કલ્યાણપુરના ખીરસરામાંથી જયમલ કારૂભાઈ સોલંકી, અનિલ કારૂભાઈ સોલંકી, પ્રતાપ ચનાભાઈ સોલંકી નામના ત્રણ શખ્સ રૂ.૩૫૭૦ સાથે જુગાર રમતા ઝડપાયા છે. બીજા દરોડામાં કરશન ગોગનભાઈ નનેરા, જયેશ કેશુભાઈ ગોસ્વામી, જયમલ રામશીભાઈ કદાવલા, વિજય મારખીભાઈ નકુમ નામના ચાર શખ્સ રૂ.૪૨૮૦ સાથે ઝડપાયા છે.

ભાટીયામાંથી નાગલબેન માલદેભાઈ માતંગ, મીનાબેન મનસુખભાઈ ઠાકર નામના બે મહિલા જુગાર રમતા પકડાયા છે.

કલ્યાણપુરમાં શંકરટેકરીમાંથી રાહુલ ડાયાભાઈ મકવાણા, રાજુ જેઠાભાઈ મકવાણા, શાહનવાઝ હસન મકવા, અખ્તર ઉમર મુરીમા નામના ચાર શખ્સ જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.

દ્વારકામાં ટીવી સ્ટેશન પાસેથી બ્રીજરાજ સેજશી પેથાણી, ઈમરાન ઈશાક મોખાણી, શિતલ ઉમેશભાઈ ચાનપા, દેમાબેન બાલુભાઈ રાઠોડ નામના ચાર વ્યક્તિ જુગાર રમતા ઝડપાઈ ગયા છે. પટમાંથી રૂ.૩૨૨૦ કબજે કરાયા છે.

ભાણવડના રામેશ્વર પ્લોટમાં તીનપત્તી રમતા જયંતીભાઈ ગાંગાભાઈ બાટા, અનિલ માલદે છાસીયા, સુનિલ દાના સોરઠીયા, હીતેશ પુંજા ડોડીયા નામના ચાર શખ્સ રૂ.૩૪૭૦ સાથે પકડાઈ ગયા હતા.

ભાણવડના મોરઝરમાંથી મગન પાલાભાઈ વાઘેલા, હરસુખ કુરજી ભાલોડીયા, નરોતમભાઈ બચુભાઈ પરમાર, મહેશગર ખીમગર ગોસ્વામી, સતિષ નાનજીભાઈ પરમાર નામના પાંચ શખ્સ રૂ.૧૧૨૦૦ સાથે પોલીસના દરોડામાં પકડાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh