Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ટાઉનહોલમાં ભજવાઈ રામાયણ આધારિત રામલીલા

ભક્તિ અને સંસ્કૃતિનો સંગમઃ દર્શકો ભાવવિભોર

                                                                                                                                                                                                      

શ્રી રામચરિત્ર માનસના પ્રસંગોની ભક્તિભર્યા નવરાત્રિના ઉજાસમાં લલીત જોશી દ્વારા 'રામલીલા' રજૂ થઈ હતી. નવરાત્રિ મહોત્સવના અંતિમ દિવસે જામનગરમાં ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. માં જગદંબાની આરાધનાના ઉજાસમાં, જામનગર ટાઉનહોલમાં ભવ્ય રીતે યોજાયેલી આ 'રામલીલા' પ્રસ્તુતિ શ્રી રામચરિત્ર માનસના પ્રસંગો પર આધારિત રહી હતી. આ ભવ્ય કાર્યક્રમનું નૃત્ય સંયોજન ડો.નેહા શુક્લા (મુદ્રા ગ્રુપ) દ્વારા અને લેખન તથા દિગ્દર્શન કરણ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું. આ રામલીલામાં ઉદય સુથાર, હર્ષિલ રાજપૂત, વેદિકા જૈન, ઈશાન ખૈરે, કાજલ નિષાદ, સાઈરાજ દાતાર, કૃષણાલ ટેલઈર, ભાર્ગવ કાપડીયા, વિરેન ટીલાવત, પૂજા વાજા, ક્રિષ્ના દોશી, ઈશિકા પરમાર, ઔમ જોશી, દેવાશીષ મહારાણા, સૌરભ પરમાર અને વૈભવ ઉપાધ્યાય જેવા યુવા કલાકારોએ ઉત્કૃષ્ટ અભિનય દ્વારા અને દશેરાની પૂર્વ સંધ્યાએ રામ રાવણના યુદ્ધ અને રાવણ વધના દૃષ્યો રજૂ કરી દર્શકોને ભાવિવભોર કરી દીધા હતા. આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નીલેશ કગથરા, ભાજપ શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, નાટ્ય દિગ્દર્શક વિરલ રાચ્છ, રમેશ દત્તાણી (જલારામ મંદિર, હાપા), રોટરી કલબ પ્રમુખ હિતેશ ચંદરીયા, સેક્રેટરી નિહાર માલદે, 'નોબત' દૈનિકના ચેતન માધવાણી, ખોડલધામના અગ્રેસર આશાબેન પટેલ, સંસ્કાર ભારતી અધ્યક્ષ ઉત્પલ દવે, ઉદ્યોગપતિ અતુ પટેલ અને ભાવિન પટેલ અને અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા યુવા કલાકારોના ઉત્સાહવર્ધક શબ્દો સાથે આયોજકોની પ્રશંસા કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh