Advertisement
Author: નોબત સમાચાર

અફઘાન સરહદે પાકિસ્તાન-તાલીબાનો વચ્ચે ફરી ભીષણ યુદ્ધ

ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લા નજીક મીસાઈલોના એટેક સામે ડ્રોન હુમલાઃ પરસ્પર નુકસાન કરાયાના દાવાઃ આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે તંગદિલી વધી

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૫: પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદે પાક. સેના અને અફઘાનિસ્તાનના શાસક તાલીબાનો વચ્ચે ફરીથી ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યુ હોવાના અહેવાલો તો બલુચિસ્તાનમાં પણ ત્રણ વિસ્ફોટ થયા હોવાનું જાણવા મળે છે. જો કે, સરહદે યુદ્ધ અંગે કોઈ સત્તાવાર નિવેદન હજુ જાહેર કરાયું નથી.

ગઈકાલે રાત્રે ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં બંને દેશોની સરહદ પર પાકિસ્તાની સુરક્ષા દળો અને અફઘાન તાલિબાન વચ્ચે ફરી ભીષણ યુદ્ધ શરૂ થયું હતું. પાકિસ્તાનના રાજ્ય -સારણકર્તા, પીટીવી ન્યૂઝ અનુસાર, અફઘાન તાલિબાન અને ફિત્ના અલ-ખ્વારીજે કુર્રમમાં ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો. પાકિસ્તાની સેનાએ સંપૂર્ણ તાકાત અને તીવ્રતાથી જવાબ આપ્યો હતો.

યુદ્ધ વિરામ જાહેર થયા પછી ૬૦ કલાકની શાંતિ પછી, ફરીથી યુદ્ધ ફાટી નીકળ્યું! જેમાં પાકિસ્તાને ટેન્કો પર મિસાઇલો ફાયર કરી, અફઘાનિસ્તાને પણ પાકિસ્તાની ચોકીઓ પર ડ્રોન હુમલો કર્યો આ પછી, પાકિસ્તાની સેનાએ ખોશ્ત-ખોશ્ત ગુલામ ખાન-ઉત્તર વઝીરિસ્તાન મીરાંશાહ સરહદ પર સ્થિત અફઘાન સેનાની નરેસગર પોસ્ટ પર હુમલો કરવા માટે ડ્રોનનો ઉપયોગ પણ કર્યો, જેમાં ત્યાં એક સ્થિર ટેન્કને નિશાન બનાવવામાં આવી. દરમિયાન, અફઘાન તાલિબાનની અલ-મિરસાદ ચેનલે અફઘાન સેનાનો પાકિસ્તાની ચોકીનો નાશ કરતો ડ્રોન વીડિયો શેર કર્યો.

અફઘાનિસ્તાનના વીડિયોમાં પાકિસ્તાનના અચાનક હુમલાનો જવાબ આપવા માટે અફઘાન સેનાના વાહનો ખોસ્તમાં ગુલામ શાહ સરહદ અને કંદહાર-ચમન સ્પિન બોલ્ડક સરહદ તરફ જતા પણ જોવા મળ્યા હતા. પાકિસ્તાની હુમલા દરમિયાન રાજધાની કાબુલ ઉપર અજાણ્યા ડ્રોન પણ ઉડતા જોવા મળ્યા હતા. હાલની માહિતી અનુસાર, અફઘાન સેનાએ અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર રહેણાંક વિસ્તારોમાં રહેતા રહેવાસીઓને તેમના ઘર છોડીને સલામત સ્થળે જવા કહૃાું છે.

ઉલ્લ્ેખનિય છે કે, પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડ્યા બાદ, સાઉદી અરેબિયા અને કતારના આહ્વાન પર અફઘાનિસ્તાને રવિવારે ભારતીય સમય મુજબ રાત્રે ૧ વાગ્યે યુદ્ધવિરામની જાહેરાત કરી. જોકે, યુદ્ધવિરામ બાદ પાકિસ્તાની સેનાએ અફઘાન સેના પર ફરીથી હુમલો શરૂ કર્યો, જે સવારે ૭ વાગ્યા સુધી ચાલુ રહૃાો, ત્યારબાદ અફઘાન સરકારે દાવો કર્યો કે સરહદ પર શાંતિ છે. જોકે, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સોમવારે જારી કરાયેલા અફઘાન સરકારના નિવેદન પર ભારે રોષ વ્યક્ત કર્યો હતો કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુરિદકેમાં પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા નિઃશસ્ત્ર પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને ૨૮૦ થી વધુ લોકોની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ, ગઈકાલે, પાકિસ્તાની સેનાએ ફરીથી અફઘાન સેના પર હુમલો કર્યો હતો. શનિવારે પાકિસ્તાન પર થયેલા હુમલા પછી, અફઘાન સેનાએ પાકિસ્તાની સેનાના હથિયારો પણ જપ્ત કર્યા હતા અને તેમને અફઘાનિસ્તાન પાછા લાવ્યા હતા. પાંચ પાકિસ્તાની સૈનિકો હજુ પણ અફઘાન સેના દ્વારા બંધક બનાવવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસથી, અફઘાનિસ્તાનમાં ઉજવણીનો માહોલ હતો, અને ગઈકાલે, અફઘાન સેનાએ શનિવારના સંઘર્ષમાં પાકિસ્તાનની હારની ઉજવણી કરવા માટે નંગરહારમાં જાહેર ઉજવણીમાં પકડાયેલા પાકિસ્તાની સૈનિકોના પેન્ટ અને જપ્ત કરેલા શસ્ત્રો પ્રદર્શિત કર્યા હતા.

ગઈકાલે રાત્રે પાકિસ્તાની અને અફઘાન સૈન્ય વચ્ચે થયેલી અથડામણ ઉપરાંત, પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના મસ્તુંગ વિસ્તારમાં સવારે ૧:૩૦ વાગ્યે ત્રણ વિસ્ફોટ થયા હોવાના અહેવાલ છે, પરંતુ તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી. વધુમાં, ગઈકાલે સાંજે ૭:૪૭ વાગ્યે શરૂ થયેલી પાકિસ્તાન સાથેની અથડામણ અંગે અફઘાન સરકાર કે પાકિસ્તાની સૈન્યએ કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh