Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમાધાન માટે ગયેલા વ્યક્તિઓને ગાળો ભાંડવામાં આવીઃ
જામનગર તા. ૧૪: જામજોધપુરના કડબાલ ગામમાં સાસરે રહેલા ચોપન વર્ષના એક પરિણીતાને સંતાન પ્રાપ્ત થતું ન હોવાથી અને પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની જાણ થતાં પતિએ પાંચેક મહિના પહેલાં પત્નીને કાઢી મૂક્યા હતા તેનું સમાધાન કરવા આવેલા વ્યક્તિઓને ગાળો ભાંડવામાં આવતા પત્નીએ પતિ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામજોધપુર તાલુકાના કડબાલ ગામના ભીખાભાઈ માલદેભાઈ કાંબરીયા સાથે થોડા વર્ષ પહેલાં મંજુબેન અરશીભાઈ કરમુર નામના રબારીકા ગામના મહિલાના લગ્ન થયા પછી આ દંપતીને કોઈ સંતાનની પ્રાપ્તિ થઈ ન હતી.
તે દરમિયાન ભીખાભાઈને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની મંજુબેનને શંકા પડી હતી. તે પછી મંજુબેનને નાની બાબતોમાં બોલાચાલી કરી ઝઘડો કરવા ઉપરાંત પતિ ભીખાભાઈ ગાળો ભાંડી મારકૂટ કરતા હતા. પાંચેક મહિના પહેલાં મંજુબેનને માર મારી ઘરમાંથી કાઢી મૂકવા ઉપરાંત પતિ ભીખાભાઈએ પતાવી દેવાની ધમકી આપી હતી.
આ દંપતી વચ્ચે સમાધાન કરાવવા માટે મંજુબેનના પરિવારજનો જતા તેઓની સાથે પણ ઝઘડો કરી ભીખાભાઈએ ગાળો ભાંડતા આખરે મંજુબેને પતિ સામે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસની કલમ ૮૫, ૧૧૫ (ર), ૩૫૨, ૩૫૧ (૩) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial