Advertisement
Author: નોબત સમાચાર

શેર માર્કેટમાં વધુ વળતર અપાવવાની લાલચ બતાવી નગરના આસામી સાથે બે વ્યક્તિએ કર્યું ફ્રોડઃ ૨૫.૮૬ લાખનો ધૂમ્બો

ઈન્સ્ટાગ્રામ પર રીલ નીહાળી રોકાણમાં રસ દાખવવાનું મોંઘું પડ્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગરના એક આસામીએ પોણા બે વર્ષ પહેલાં ઈન્સ્ટાગ્રામ પર નીહાળેલી એક રીલ પરથી શેરબજારમાં વધુ કમાવવાની લાલચ બતાવતી એક સાઈટનો સંપર્ક કર્યા પછી એક યુવતી તથા એક શખ્સે આ આસામી પાસેથી ત્રણ મહિનામાં રૂ।.રપ લાખ ૮૬ હજાર જુદ જુદા છ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લઈ ઠેંગો બતાવી દીધાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમ ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.

જામનગરના પાર્ક કોલોની વિસ્તારમાં સ્વીટ હોમ એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા કમલેશભાઈ મહેશભાઈ તીર્થાણી નામના આસામીએ થોડા સમય પહેલાં ઈન્સ્ટાગ્રામ પર એક રીલ જોઈ હતી. જેમાં શેર માર્કેટમાં રોકાણ કરી વધુ કમાવા લાલચ બતાવાઈ હતી.

એઆઈના માધ્યમથી તૈયાર કરેલી આ એડવર્ટાઈઝ નીહાળ્યા પછી વર્ષ ૨૦૨૪ના એપ્રિલ મહિનામાં કમલેશભાઈએ તે માટે રસ દાખવી આગળ વધતા આ એડવર્ટાઈઝમાંથી મીરા નામના એક યુવતીનો સંપર્ક થયો હતો. જેના મોબાઈલ પર કમલેશભાઈને વાતચીત થતાં આ યુવતીએ સેબી પાસેથી રજીસ્ટ્રેશન મેળવ્યું હોવાનું જણાવી તેના રજીસ્ટ્રેશન નંબર આપી પોતે કંપનીની એજન્ટ હોવાની ઓળખ આપી હતી.

ત્યારપછી શેર માર્કેટમાં રોકાણ કરી વધારે ટકાવારીથી નફો પ્રાપ્ત કરવા મીરાએ જણાવતા અને પોતાની કંપનીના કમ્ટમર સર્વિસ મેનેજર જેમ્સનો મોબાઈલ નંબર આપ્યો હતો. તે નંબર પર વોટ્સએપથી સંપર્ક થયા પછી તા.ર૮-૪-૨૦૨૪થી તા.૨૦-૭-૨૦૨૪ દરમિયાન કમલેશભાઈએ જુદા જુદા બેંક ખાતામાં મીરા તથા જેમ્સના કહેવાથી રૂ।.રપ લાખ ૮૬ હજાર જમા કરાવ્યા હતા. આ વ્યક્તિઓએ નફો કે મૂળ રકમ પરત આપી ન હતી.

અંદાજે પોણા બે વર્ષ સુધી ઉપરોક્ત બાબતની ચકાસણી કર્યા પછી આખરે કમલેશભાઈએ ગઈકાલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઈ આઈ.એ. ધાસુરાએ મીરા તથા જેમ્સ નામના બે વ્યક્તિ તેમજ જે સાઈટ પરથી આ વ્યક્તિઓનો સંપર્ક થયો હતો તે સાઈટના વપરાશકર્તા અને એચડીએફસીમાં એક ખાતાના વપરાશકાર કેનેરા બેંકના બે ખાતાના ઉપયોગ કરનાર તેમજ આરબીએલ બેંક, યશ બેંકના બે ખાતાના વપરાશ કરનાર મળી આઠ સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh