Advertisement
Author: નોબત સમાચાર

ચકાસણી પછી જામ્યુકોના ૨૧૩ ફોર્મ માન્ય

૧૬ વોર્ડની ૬૪ બેઠકો માટે ૩૧૭ ફોર્મ ભરાયા હતા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી માટે ગઈકાલે ફોર્મ ચકાસણીના અંતે ૨૧૩ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. જામનગર મહાનગર પાલિકાના ૧૬ વોર્ડની ૬૪ બેઠક માટે કુલ ૩૧૭ ઉમેદવારીપત્રો ભરાયા હતા. ગઈકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી પછી ૨૧૩ ફોર્મ માન્ય રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાની ૬૪ બેઠકોની ચૂંટણી માટે ભરાયેલા ફોર્મની ગઈકાલે ચકાસણી કરવામાં આવી હતી જેમાં ૩૧૭ માંથી ૨૧૩ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. જેમાં ભાજપના ૬૪, કોંગ્રેસના ૬૨, બસપાના ૧૫, સપાના ૫, એઆઈએમઆઈએમના ૪, આપના ૫૦ તેમજ ૧૩ અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. એક માત્ર ભાજપ ૬૪ બેઠકો પર લડે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh