Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતની ફરિયાદમાં ફટકાડાના વ્યવસાયીને એક વર્ષની કેદઃ વળતર ચૂકવવા હુકમ કરાયો

વળતર પેટે રૂ।.સાડા પાંચ લાખ ચૂકવવા પડશેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગરમાં ફટાકડાનો વ્યવસાય કરતા એક આસામીને ચેક પરતના કેસમાં અદાલતે એક વર્ષની કેદ અને બાકી રહેતી રૂ।.સાડા પાંચ લાખની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો આદેશ કર્યાે છે. વળતર ન ચૂકવાય તો વધુ ત્રણ મહિનાની સજા ફટકારવામાં આવી છે.

જામનગરમાં પવનચક્કી નજીક નાનકપુરીમાં વસવાટ કરતા અને ફટાકડા સહિતનો વ્યવસાય કરતા મોહિત સુભાષભાઈ નંદા પાસેથી ચાંદી બજાર નજીક રામ ભરોસે ફટાકડા નામથી વેપાર કરતા ધરમદાસ પ્રીતમદાસ ખેતાણી નામના આસામીએ સાત મહિના માટે રૂ।.૧પ લાખ હાથઉછીના લઈ ચેક આપ્યો હતો.

તે ચેક બેંકમાં રજૂ કરાયા પહેલાં ધરમદાસ ખેતાણીએ રૂ।.૯ લાખ ચૂકવી આપ્યા હતા અને રૂ।.સાડા પાંચ બાકી રાખ્યા હતા. ત્યારપછી રૂ।.૧પ લાખનો ચેક પરત ન લેતા અને બીજો ચેક ન આપતા ધરમદાસ ખેતાણીનો ચેક મોહિતભાઈએ બેંકમાં રજૂ કર્યાે હતો અને અપૂરતા નાણા ભંડોળના શેરાથી પરત ફર્યાે હતો. ત્યારપછી નોટીસ પાઠવાતા તેનો પ્રત્યુત્તર પણ ન અપાતા મોહિત નંદાએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી.

ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે આરોપી ધરમદાસ પ્રીતમદાસ ખેતાણીને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ તથા બાકી રહેતી રકમ રૂ।.પ લાખ ૫૦ હજાર વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. વળતર ન ચૂકવાય તો વધુ ત્રણ મહિનાની સજા ફટકારવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ ઉદયસિંહ ચાવડા, બેનઝીર જુણેજા, કપિલ તીર્થાણી, વિરાજસિંહ ચાવડા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh