Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેટ દ્વારકાના વૃદ્ધની કરાઈ અટકાયતઃ
જામનગર તા. ૧૪: ઓખામંડળના બેટ દ્વારકામાં વસવાટ કરતા એક વૃદ્ધને બોગસ બીલ રજૂ કરી જૂની માછીમારી બોટના નવા રજીસ્ટ્રેશન કોલ તથા લાયસન્સ મેળવી લેવાના કૌભાંડમાં સંડોવણી જાહેર થયા પછી ગઈકાલે એસઓજી એ પકડી પાડ્યા હતા.
ઓખામંડળના બેટ દ્વારકામાં રહેતા અલાના ઉર્ફે ફકીરા હસન થૈયમ નામના વૃદ્ધ સામે બનાવટી બીલ રજૂ કરી જૂની માછીમારી બોટના નવા રજીસ્ટ્રેશન કોલ તથા લાયસન્સ મેળવવાના કૌભાંડમાં ગુન્હો નોંધાયો હતો. ત્યારપછી આ આરોપી નાસતા ફરતા હતા.
આ આરોપીને દેવભુમિ દ્વારકા એસઓજીની ટીમે પકડી પાડ્યા છે. આ શખ્સ સુદર્શન સેતુ નજીક મોરપીંછ સર્કલ પાસે ઉભા હતા ત્યાંથી દબોચી લેવાયા હતા. આરોપીનો કબજો ઓખા મરીન પોલીસને સોંપવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial