Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે યુવતીના માતાનું નિવેદન નોંધ્યું:
જામનગર તા. ૧૪: જામનગરના દરેડમાં વસવાટ કરતા એક પરપ્રાંતીય પરિવારની ઓગણીસ વર્ષની પુત્રી કારખાનામાં કામ કરતી હતી ત્યારે ડ્રેસનો દુપટ્ટો મશીનમાં ફસાઈ જતાં તેણીને ટૂંપો આવી ગયો હતો. સારવારમાં ખસેડાયેલી યુવતીના માતાનું નિવેદન નોંધાયું છે.
જામનગરના દરેડ ગામમાં આવેલી એક શાળા નજીક વસવાટ કરતા મૂળ ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લાના હરૂનગલા ગામના વતની પૂજાબેન બબલુભાઈ કશ્યપ (ઉ.વ.૧૯) નામના યુવતી ગયા શનિવારે એક કારખાનામાં મશીન પર કામ કરી રહ્યા હતા.
આ વેળાએ મશીનમાં પૂજાબેનના ડ્રેસનો દુપટ્ટો ફસાઈ જતા આ યુવતીને ગળામાં ટૂંપો આવી ગયો હતો. સ્થળ પર હાજર વ્યક્તિઓએ મશીન બંધ કર્યા પછી પૂજાબેનને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યાં પોલીસે નિવેદન નોંધવાની પ્રક્રિયા કરી છે. આ યુવતીના માતા સીમાદેવી કશ્યપનું નિવેદન નોંધવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial