Advertisement
Author: નોબત સમાચાર

ખીમરાણા પાસે નગરના પરિવારના બાઈકને મોટરની ઠોકરઃ પતિ-પત્ની બે સંતાનને ઈજા

ઠેબા બાયપાસ પાસે રિક્ષાને મોટરની ટક્કરઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૪: જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર રવિવારે રાત્રે જામનગરના પરિવારના બાઈકને એક અજાણી મોટર ઠોકર મારીને નાસી ગઈ છે. આ અકસ્માતમાં પતિ, પત્ની અને બે સંતાનોને ઈજા થઈ છે. જ્યારે ઠેબા ચોકડી પાસે મુસાફર ભરેલા રિક્ષાને એક મોટરે ઠોકર મારતા રિક્ષાચાલકને ફ્રેક્ચર થયું છે અને મુસાફરો ઘવાયા છે.

જામનગરના લાલવાડી વિસ્તાર પાસે આવેલા નાગમતી આવાસમાં વસવાટ કરતા વનરાજસિંહ બાલુભા જેઠવા તથા તેમના પત્ની જયશ્રીબેન અને પુત્રી કામ્યા (ઉ.વ.૧૫) તથા પુત્ર ભાગ્યરાજ (ઉ.વ.૧૧) રવિવારે જામનગરથી જોડિયા તાલુકાના ખીરી ગામમાં આવેલા મંદિરે દર્શન કરવા માટે જીજે-રપ-એફ ૪૩૩ નંબરના બાઈકમાં ગયા હતા.

ત્યાંથી ઉપરોક્ત પરિવાર રાત્રે પરત આવવા માટે નીકળ્યા પછી સાડા દસેક વાગ્યે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ખીમરાણા ગામના પાટીયા પાસે પહોંચ્યો ત્યારે એક અજાણી મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી. તેના ચાલકે મોટરસાયકલને ઠોકર મારતા વનરાજસિંહ સહિતના ચારેય વ્યક્તિ ફંગોળાઈ ગયા હતા. રોડ પર પછડાયેલા વનરાજસિંહને માથાના પાછળના ભાગમાં ઈજા થઈ છે. જયશ્રીબેનને આંખ પર ઈજા ઉપરાંત એક હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. કામ્યા તથા ભાગ્યરાજને સામાન્ય ઈજા થઈ છે. અકસ્માત સર્જી મોટર સ્થળ પરથી નાસી ગઈ હતી. ગઈકાલે સાંજે પંચકોશી એ ડિવિઝનમાં વનરાજસિંહે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માત સર્જનાર મોટરની શોધ શરૂ કરી છે.

જામનગરની જી.જી. હોસ્પિટલ પાછળ આવેલા કબીરનગરમાં રહેતા મહંમદરફીક બોદુભાઈ નાયર નામના પ્રૌઢ ગઈ તા.પની બપોરે પોતાની જીજે-૧૦-ટીઝેડ ૧૪૬ નંબરની રિક્ષામાં મુસાફર બેસાડીને ઠેબા બાયપાસ પાસેથી પસાર થતાં હતા. ત્યારે રોડ ક્રોસ કરતી વખતે જીજે-૬-પીએચ ૭૫૦ નંબરની મોટરે રિક્ષાને ટક્કર મારી દીધી હતી. તેમાંથી બહાર ફેંકાઈ ગયેલા ચાલક મહંમદરફીકને નાકના ભાગે ફ્રેક્ચર થઈ ગયું છે અને રિક્ષામાં બેસેલા અન્ય મુસાફરોને ઈજા થઈ છે. મોટરચાલક સામે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh