Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાણ-ખનિજ વિભાગની ટીમ દ્વારા કામગીરીઃ
જામનગર તા. ૯: જામનગરથી ખાણ-ખનિજ કચેરી દ્વારા તાલુકાના ખીજડિયા ગામમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાં મંજુરી વગર ખનિજનું ખનન થતું હોવાનું જોવા મળતા એક મશીન કબજે કરવામાં આવ્યું હતું.
જામનગરના ખાણ-ખનિજ વિભાગ કચેરી દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી સતત દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે, અને સતત ખનિજ ચોરી ઝડપી લેવામાં આવી રહી છે. ગઈકાલે ખાણ-ખનિજ કચેરીની ટીમે ખીજડિયા ગામની સીમમાં પૂર્વ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ સમયે ત્યાં મશીનરીની મદદથી સોફ્ટ મોરમનું ખનન થતું હોવાનું જોવા મળ્યું હતું, આથી મશીન સહિત રૂ।. ૩પ લાખના કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ કામગીરી કચેરીના અધિકારીઓ નિખીલભાઈ, નૈતિકભાઈ, રમેશભાઈ વગેરે દ્વારા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial