Advertisement
Author: નોબત સમાચાર

ટ્રેનના ફર્સ્ટ ક્લાસ કોચમાં સુહાગરાત મનાવવા માટે ડબ્બો અંદરથી શણગાર્યો

રેલવેને ધ્યાનમાં આવતા તપાસના આદેશ અપાયાઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૯: ટ્રેનના ફર્સ્ટ એસી ફૂપેને હનીમૂન માટે સજાવવાના મામલામાં રેલવેએ મોટી કાર્યવાહી કરી છે. તપાસમાં સુરક્ષા નિયમોનું ઉલ્લંઘનની પુષ્ટિ થયા પછી ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર ગિરીશ કુમાર, નાંદેડને સંસ્પેન્ડ કરી દીધા છે. સાથે જ આ સમગ્ર મામલે તપાસના આદેશ આપી દીધા છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ત્યારપછી રેલવેએ કડક પગલાં લીધા છે.

જાણકારી અનુસાર આ મામલો ટ્રેન નંબર ૧૧૦૦ર બલ્હારશાહ-મુંબઈ નાંદેડગ્રામ એક્સપ્રેસનો છે. આ ટ્રેનના ફર્સ્ટ એસીના જી કૂપે (બર્થ નંબર ૧૯ અને ર૦) મા મુસાફરી કરી રહેલા નવવિવાહીત શુભમ્ અને સોનાલી માટે કૂપેને ફૂલો અને અન્ય સજાવટી સામાન દ્વારા હનીમૂન માટે શણગાર્યો હતો. આ સુવિધા વ્યક્તિગત રીતે જાલનાના એક ડેકોરેટર પાસે ઓનલાઈન બુકીંગ દ્વારા કરાવી હતી.

તપાસમાં સામે આવ્યું છે કે, ડેકોરેટરના કર્મી જાલના સ્ટેશનથી ફર્સ્ટ એસી કોચમાં ચઢ્યા અને કૂપેની સજાવટ કરી હતી, જો કે તેમની પાસે રેલવેની કોઈ પરમિશન નહોતી. રેલવેએ તેને ગંભીર સુરક્ષા ચૂક ગણી છે, કેમ કે પરમિશન વિના કોઈ બહારી વ્યક્તિ રિઝર્વેશન કોચમાં એન્ટ્રી કરવી સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન છે.

આ મામલાની તપાસ પછી ડ્યુટી પર હાજર સીટીઆઈ ગિરીશ કુમારની બેદરકારી સામે આવી છે. આ જ કારણથી તેમને સસ્પેન્ડ કરી દીધા છે. રેલવે હવે એ જાણવાની કોશિશ કરી રહ્યું છે કે ડેકોરેટરને કોચમાં પ્રવેશ કેવી રીતે મળ્યો અને આ આખી ઘટનામાં ક્યા ક્યા કર્મચારી જવાબદાર છે. તપાસના આધાર પર દોષિત થતા કર્મચારીઓ અને લોકો વિરૂદ્ધ એક્શન લેવાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh