Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સળગી રહેલા પંખા તથા ખુરશીને ફાયરબ્રિગેડે બહાર કાઢ્યાઃ
જામનગર તા. ૯: જામનગરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ઓફિસમાં ગઈકાલે દીવાલમાં લગાડેલો એક પંખો શોર્ટ સર્કીટથી સળગ્યા પછી ખુરશી પર પડતા ખુરશી પણ સળગી ઉઠી હતી. ફાયરબ્રિગેડના સ્ટાફે આગને વધુ પ્રસરતી અટકાવી હતી.
જામનગરના લાલ બંગલામાં આવેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (ડીઆરડીએ)ની ઓફિસમાં ગઈકાલે શોર્ટ સર્કીટથી દીવાલમાં લગાડેલો પંખો સળગ્યા પછી ખુરશી પર ત્રાટક્યો હતો.
આ બાબતની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા દોડી ગયેલી ફાયરની ટીમે સળગી રહેલી ખુરશી તથા પંખાને બહાર કાઢી લીધા હતા જેના કારણે ઓફિસમાં આગ પ્રસરતી અટકી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial