Advertisement
Author: નોબત સમાચાર

પ્રેમલગ્નનો ખાર રાખી દંપતી પર હુમલો કરનાર ત્રણના આગોતરા જામીન નામંજૂર

એકાદ મહિના પહેલાં યુગલ પર થયો'તો હલ્લોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરના એક યુવાને કરેલા પ્રેમલગ્નનો ખાર રાખી યુવતી પક્ષના મહિલા સહિતના ચારે જીવલેણ હુમલો કર્યાે હતો. આ કેસમાં ત્રણ આરોપીએ આગોતરા જામીન મેળવવા કરેલી અરજી અદાલતે નકારી કાઢી છે.

જામનગરના મોરકંડા રોડ પર અનમોલ પાર્કમાં રહેતા અવેશ દાઉદભાઈ નોતીયાર ગઈ તા.૧૮ના દિને પોતાના પત્ની મુસ્કાનબેન સાથે જતા હતા ત્યારે ઘાંચીની ખડકી નજીક અલ્તાફ યુસુફ માડકીયા, ફૈઝાન રફીક, હમજા ઉર્ફે સીકલા, રૂબીનાબેન રફીકભાઈ નામના વ્યક્તિઓએ છરી, ધોકા, પાઈપ વડે હુમલો કરી માર માર્યાે હતો.

અઢી મહિના પહેલાં અવેશ નોતીયારે પ્રેમલગ્ન કર્યા હોય તે બાબત યુવતીના પરિવારને પસંદ  પડી ન હતી અને તેના કારણે હુમલો થયાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. પોલીસે હમજા યુસુફની ધરપકડ કરી હતી. બાકીના ત્રણ આરોપીએ આગોતરા જામીન મેળવવા અદાલતમાં અરજી કરી હતી. તે અરજી સામે મૂળ ફરિયાદીના વકીલ દ્વારા કરાયેલી દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે આગોતરા જામીન માંગતી અરજી રદ્દ કરી છે. મૂળ ફરિયાદી તરફથી વકીલ દિનેશભાઈ વિરાણી તથા સરકાર તરફથી વકીલ જે.કે. ભંડેરી રોકાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh