Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફરીથી ફાટી નીકળેલા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો દાવોઃ
વોશિંગ્ટન તા. ૯: મિડલ ઈસ્ટમાં અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધનો પ્રારંભ થયો છે. અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાન તેમની હત્યાનું કાવત્રું રચી રહ્યું છે. અમેરિકાએ ઈરાનના ૮૦ થી વધુ સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો. જવાબમાં ઈરાને બહરીન અને કુવૈતમાં અમેરિકી નેવી-આર્મી બેઝ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા. વૈશ્વિક તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.
મિડલ ઈસ્ટમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર અને વિસ્ફોટક બની ગઈ છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે સીધા સૈન્ય સંઘર્ષમાં ફેરવાઈ ગયો છે. આ ભયાનક સન્ય તણાવ વચ્ચે અમરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ચોંકાવનારો દાવો કર્યો છે કે ઈરાન ટ્રમ્પનો જીવ લેવાનું કાવત્રું ઘડી રહ્યું છે. નાટો શિખર સંમેલન દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'ઈરાન અમેરિકી નેતાઓને ખતમ કરવા માંગે છેે અને હું તેમની દરેક હિટ લિસ્ટમાં સામેલ છું. અત્યાર સુધી નસીબે મારો સાથ આપ્યો છે, પણ કદાચ આ કાયમ નહીં ચાલે. તેઓ ખૂબ જ ક્રૂર લોકો છે અને આપણે આ કેન્સરથી છૂટકારો મેળવવો જ પડશે.' આ સાથે જ ટ્રમ્પે ઈરાન સાથેના તમામ કરારો સત્તાવાર રીતે સમાપ્ત કરવાની પણ જાહેરાત કરી દીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial