Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈરાત્રે રોડ પર ટ્રેલર ફસાતા અકસ્માતઃ
ખંભાળિયા તા. ૯: ખંભાળિયા-પોરબંદર ધોરીમાર્ગ પર ગઈરાત્રે રોડ પર પાર્ક કરવામાં આવેલા એક ટ્રેલર પાછળ દૂધ ભરેલુ વાહન ટકરાઈ પડતા એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે અને અન્ય એકને ઈજા થઈ છે.
ખંભાળિયાથી પોરબંદર વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા કેશોદ ગામ પાસે ગઈરાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વાહનમાં જઈ રહેલા એક વ્યક્તિનું ગંભીર ઈજાથી મૃત્યુ થયું છે અને એકને સારવારમાં ખસેડવામાં આવ્યો છે.
આ રોડ પર એક ટ્રેલર ગઈરાત્રે કોઈ રીતે ફસાઈ જતા તેની મદદ માટે અન્ય એક ટ્રેલર રોડ પર ઉભુ રાખવામાં આવ્યું હતું. તે વાહનની પાછળ દૂધ ભરીને જઈ રહેલુ અન્ય વાહન ટકરાઈ પડ્યું હતું અને એક વ્યક્તિએ જિંદગી ગૂમાવી હતી.
અકસ્માતની જાણ થતાં ૧૦૮ તથા પોલીસ ટીમ દોડી ગયા હતા. ઈજાગ્રસ્તને સારવાર માટે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત પછી રોડ પર વાહનોની કતાર લાગી ગઈ હતી જેને પોલીસે ક્લિયર કરાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial