Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રમ્પ માટે માઠા સમાચારઃ
વોશિંગ્ટન તા. ૯: યુએસની એક કોર્ટે જાતીય હૂમલાના કેસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો છે. તેમને લેખિકા ઈ.જીન કેરોલને પ મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો છે. જ્યુરીએ ટ્રમ્પને લેખિકા પર જાતીય હૂમલો અને બદનામ કરવાનો દોષી ઠેરવ્યા છે. ગયા અઠવાડિયાની શરૂઆતમાં યુએસ સુપ્રિમકોર્ટે મે-ર૦ર૩ ના ચૂકાદાને પડકારતી ટ્રમ્પની અપીલ સાંભળવાનો ઈનકાર કર્યો હતો. આ નિર્ણયમાં કોર્ટે તેમને જાતીય હૂમલા માટે ર મિલિયન ડોલર અને માનહાનિ માટે ૩ મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
૮ર વર્ષિય ઈ.જીન કેરોલ ભૂતપૂર્વ પત્રકાર અને કટાર લેખક છે. તેણીએ આરોપ લગાવ્યો હતો કે, ૧૯૯૬ માં ન્યુયોર્કના એક ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં ડ્રેસીંગ રૂમમાં ડોનાલ્ડ ટ્રમ્પે તેના પર હૂમલો કર્યો હતો. ર૦ર૯ માં કેરોલના સંસ્મરણોમાં આ આરોપો સામે આવ્યા પછી ટ્રમ્પે તેણીને પાગલ ગણાવી અને દાવો કર્યો કે તેના આરોપો બનાવટી છે.
કેરોલે પુસ્તક પ્રકાશિત કર્યા પછી તેણીએ જાહેરમાં ટ્રમ્પ પર જાતીય હૂમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. ટ્રમ્પ તે સમયે રાષ્ટ્રપતિ હતાં. તેમણે માત્ર આરોપોને નકારી કાઢયા જ નહીં પરંતુ એમ પણ કહ્યું કે, તેઓ કેરોલને ઓળખતા નથી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે કેરોલ પ્રચાર અને રાજકીય કારણોસર આ આરોપો લગાવી રહી હતી.
ટ્રમ્પે સુપ્રિમકોર્ટમાં નિર્ણયની અપીલ કરી, જે ફગાવી દેવામાં આવી, આ પછી કેરોલના વકીલોને કોર્ટને પૈસા મુક્ત કરવા કહ્યું, બુધવારે ન્યાયાધીશ લુઈસ કપલાને ટ્રમ્પ દ્વારા કોર્ટમાં જમા કરાયેલા પાંચ મિલિયન ડોલર વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial