Advertisement
Author: નોબત સમાચાર

લાખાબાવળ સ્થિત 'વેદગર્ભ વિહાર'ની મુલાકાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

આગામી તા. ૧૨ જુલાઈના રવિવારે જામનગર નજીકના

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરમાં ગર્ભોપનિષદ ફાઉન્ડેશન અને મધુરદ્વૈત આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગર્ભ વિજ્ઞાન અને ગર્ભ સંસ્કાર માટે લાખાબાવળમાં ખાસ તૈયાર કરવામાં આવેલાં વેદગર્ભ વિહાર (ઇકો વિલેજ) અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર સંલગ્ન  તપોવન સંશોધન કેન્દ્ર ના લોકાર્પણ માટે ગુજરાત રાજ્યના મા. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ૧૨ જુલાઈ રવિવારે જામનગરના લાખાબાવળ  સ્થિત 'વેદગર્ભ વિહાર' ની મુલાકાતે પધારી રહૃાા છે.

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ પ્રાચાર્ય અને ગોવિશ્વ વિદ્યાપીઠના કુલગુરુ પ્રસિદ્ધ આયુર્વેદાચાર્ય ડો હિતેશ જાનીના માર્ગદર્શન થી ગર્ભ સંસ્કાર અને ગર્ભ વિજ્ઞાનનું આ વિશેષ સંશોધન કાર્ય આગળ વધી રહૃાું છે, ત્યારે આ કાર્યને પ્રત્યક્ષ નિહાળવા અને પ્રોત્સાહન માટે રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહેનાર છે, તે જામનગર માટે ગૌરવની બાબત બની રહેશે!

આ લોકાર્પણ સમારોહમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ રાજ્યના શિક્ષા રાજ્યમંત્રી રીવાબા જાડેજા, જામનગરના મેયર મોનિકાબેન વ્યાસ, આઈટીઆરએના ડાયરેક્ટર ડો. તનુજા નેસરી તથા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડો. નરેશ જૈન અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિ ડો. ટી.એસ. જોષી તથા આયુર્વેદ વ્યાસપીઠ કેન્દ્રીય અધિકારીઓ અને રાજ્યના પદાધિકારીઓ તથા લાખાબાવળ અને ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે.

રવિવાર ૧૨ જુલાઈના સવારે ૯ કલાકે યોજાયેલા આ લોકાર્પણના કાર્યક્રમ માટે ગર્ભોપનિષદ ફાઉન્ડેશનના સીઈઓ અને જાણીતા આયુર્વેદિક ગાયનેકોલોજિસ્ટ ડો. કરિશ્માબેન નારવાણીએ સર્વેને નિમંત્રણ પાઠવ્યુંં છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh