Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં નમસ્તે ઈન્ડિયા ઈવેન્ટ દ્વારા ઈન્ડિયા જવેલરી-શો

ફેશન અને નવી ડિઝાઈનની જવેલરીમાં રસ ધરાવનારાઓ માટે

                                                                                                                                                                                                      

 નમસ્તે ઈન્ડિયા ઈવેન્ટ દ્વારા જામનગરમાં ઈન્ડિયા જવેલરી શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લગ્નના સાજ શણગારથી બની ઠનીને પોતાને એક નવી ઓળખ આપવા અને લગ્નના દિવસને પોતાના પરિવેશથી યાદગાર બનાવવા માટે થનગનતી નવવધુઓ માટે આ ર દિવસનું ઈન્ડિયા જવેલરી શો ખરેખર યાદગાર રહેશે. સયાજી હોટલ જામનગરમાં તા.૦૯ અને ૧૦ જુલાઈ ર૦૨૬, સવારે ૧૧ થી રાતના ૭:૩૦ વાગ્યા સુધી જવેલરી એકિઝબીશન ખુલ્લુ રહેશે. જેમાં નવવધુ માટે લગ્નની દરેક ચીજવસ્તુ એક જગ્યા પર મળી રહેશે અને જે તેને અને તેના પરિવારને લગ્નની ખરીદીની ઝંઝટમાંથી મુકિત અપાવશે. જામનગરમાં આ જવેલરી શો ના શુભારંભ પ્રસંગે કોર્પોરેટર નિશાબેન અસવાર, નુપુર ગોયન્કા, બિજલ કોટેચા, બિંદિયા રાવલ, દર્શીની સોઢા, ધરાબેન જોબનપુત્રા, દર્શના મેહતા, પૂજા ધાનાણી, દીપુ દોશી, પૂનમ સોની સહીતના અગ્રણી ઉપસ્થિત રહયા હતા. આ અંગે નમસ્તે ઈન્ડીયા ઈવેન્ટસના મેનેજિંગ ડિરેકટર પ્રણવ બી. જવેરીએ જણાવ્યું હતું કે જામનગરમાં નવવધુ અને તેના પરિવારને મુંઝવતી લગ્નસરાની જવેલરીની ખરીદીની મુંઝવણને દૂર કરવા નવું જ એકિઝબિશન યોજયું છે. જેમાં અત્યારે લોકો નવીનતમ ફેશનની સોના અને ડાયમંડ જવેલરી ખરીદી કરી રહયા છે. તા.૦૯ અને ૧૦ જુલાઈ ર૦૨૬ સુધી ચાલનાર આ એકઝીબિશનમાં કલાત્મક સોના તેમજ ડાયમંડ જવેલરી ખૂબ જ સારા ભાવથી અને વિશાળ પસંદગીના માધ્યમથી ખરીદી શકાશે તેમ શ્રી પ્રણવ ઝવેરીએ જણાવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh