Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાપમાનનો પારો અઢી ડીગ્રી ઊંચકાયોઃ
જામનગર તા. ૯: જામનગરમાં ઝપાટાબંધરીતે ફૂંકાયેલા તેજીલા વાયરાઓ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં મહત્તમ તાપમાનનો પારો અઢી ડીગ્રી સુધી ઊંચકાયને ૩૬.પ ડીગ્રીએ પહોંચી ગયો હતો.
જામનગરમાં વરસાદી વાદળોની આવન-જાવન સાથે હાલ તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર પણ ચાલી રહ્યો છે. એક દિવસ તાપમાન વધે છે તો બીજા દિવસે તેમાં ઘટાડો થાય છે.
જામનગમાં ગુરુવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અઢી ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૬.પ ડીગ્રી નોંધાયું હતું, જ્યારે કોઈ વધારા કે ઘટાડા વગર લઘુતમ તાપમાનનો પારો ર૮ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. વાદળોના આવન-જાવન વચ્ચે સૂર્યદેવતાએ દેખા દેતા ધરતી પર ક્યારેક તડકો તો ક્યારેક છાંયડો જોવા મળ્યો હતો.
નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ પાંચ ટકા સુધી ઘટીને ૭૪ ટકા રહ્યું હતું, જેથી બફારામાં પણ ઘટાડો થયો હતો. પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી. ઝપાટાબંધ રીતે ફૂંકાયેલા તેજીલા વાયરાઓના કારણે પ્રજાજનોએ રાહત અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial