Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડ પાસેથી લાકડા ભરીને જતાં બે પીકઅપ વાહન કબજેઃ બેની અટકાયત

દ્વારકા એસઓજીએ વાહન પકડી લીધાઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૯: ભાણવડ પંથકમાં ગઈકાલે એસઓજીએ ગોઠવેલી વોચમાં લાકડા ભરીને જઈ રહેલા બે બોલેરો પીકઅપ વાહન ઝડપાયા છે. આ લાકડા પોરબંદર જિલ્લાના નાગકા ગામની સીમમાંથી ગેરકાયદેસર રીતે કાપવામાં આવ્યાનું અને જામનગર લઈ જવાતા હોવાનું ખૂલ્યું છે. બે શખ્સની અટકાયત કરાઈ છે.

દેવભૂમિ દ્વારકાની એસઓજી દ્વારા ગઈકાલે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન પોરબંદરથી ભાણવડ તરફ જતા બે વાહનમાં ગેરકાયદેસર રીતે કાપેલા લાકડાનો જથ્થો લઈ જવાતો હોવાની બાતમી મળતા ભાણવડ પંથકમાં વોચ રાખવામાં આવી હતી.

તે દરમિયાન બે બોલેરો પીકઅપ વાન પસાર થતા રોકાવી તેની તલાશી લેવાતા તાલપત્રી નીચેથી ૫૫૦ મણ લાકડા મળી આવ્યા હતા. આ લાકડા પોરબંદર જિલ્લાના નાગકા ગામની સીમમાંથી કાપીને વેચવા માટે જામનગર લઈ જવાતા હોવાનંુ ખૂલ્યું છે. એસઓજીએ રૂ।.ર૮ હજારના લાકડા તથા રૂ।.૧૦ લાખના બે વાહન કબજે કર્યા છે અને રાણાવાવના અર્જુન ગાંડુભાઈ મકવાણા, શામજીભાઈ ભીખુભાઈ મોઢતરીયાની અટકાયત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh